GSTV
Home » News » રાજ્યના આ શહેરમાં દિલ્હીની ગેંગે બજાજ ફાયનાન્સના નામે લોનની લાલચ આપી કરી લાખોની છેતરપિંડી

રાજ્યના આ શહેરમાં દિલ્હીની ગેંગે બજાજ ફાયનાન્સના નામે લોનની લાલચ આપી કરી લાખોની છેતરપિંડી

બજાજ ફાયનાન્સના નામે લોન અપાવવાની લાલચ આપીને અમદાવાદના યુવક સાથે ૨.૨૨ લાખની છેતરપિંડી કરનારી દિલ્હીની ગેંગના ૯ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. દિલ્હીમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતી આ ટોળકી દર મહિને ૧૫થી ૨૦ લાખની છેતરપિંડી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ બનાવની વિગત મુજબ બહેરામપુરામાં રહેતા જયેશભાઈ એમ.પરમારને ૨૫ ઓગષ્ટના રોજ પુજા તથા રોહિત ગોગીયા નામની વ્યક્તિઓએ ફોન કરીને બજાજ ફાયનાન્સમાંથી બોલતા હોવાનું અને ૯ લાખની લોન મળી શકશે, એમ કહ્યું હતું. જેમાં ઈન્સ્યોરન્સ, ડિપોઝીટ,સિક્યુરિટી તથા ફાયનલ એન્ટ્રી પેટે અજયભાઈ પાસેથી રૃ. ૨,૨૨,૮૦૦ પડાવ્યા હતા. લોન ન મળતા અજયભાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે પોલીસે તપાસ કરીને દિલ્હીના તિલકનગરથી ભુપીન્દર પી.કૌશિક,ભુપેન્દ્રકુમાર ડી.સહેગલ, રીશી કમલ ધીંગરા, મોહંમદઆરીફ અહમદઅલી, રાજીવ કિશનપાલ કુમાર, હની આર.કુશ્વાહ, મંજીતસિંહ ડી.કેદે,આફતાબ આલમ અને કોલ સેન્ટરના માલિક વિજય ધવનની ધરપકડ કરી હતી.  આરોપીઓ દિલ્હીમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી બજાજ ફાયનાન્સમાંથી બોલતા હોવાનું કહીને લોન આપવાની લાલચ આપતા હતા. બાદમાં વિવિધ પ્રોસેસિંગ ફીના નામે પૈસા ભરાવીને છેતરપિંડી કરતા હતા.તેમની પાસેથી પોલીસે ૬૭ મોબાઈલ, ૩ લેપટોપ, પાંચ પાસબુક, રાઉટર અને પેનડ્રાઈવ કબજે કર્યા હતા.        

Related posts

ભાજપનો ગઢ સચવાશે? : આજે થશે ફેંસલો

Bansari

માણાવદર, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકનું પણ આજે પરિણામ

Mayur

સૌરાષ્ટ્રમાં 7માંથી કોંગ્રેસને 3 અને ભાજપને તમામ ઉપર જીતની આશા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!