GSTV

દિલ્હી અને મુંબઈને સોનાના ભાવમાં પછાડી અમદાવાદની આગેકૂચ, 43,000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું

કોરોના વાઇરસ સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ વૈશ્વિક અર્થતંત્રમાં મંદી પ્રબળ બનતા વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળો નોંધાતા અત્રે અમદાવાદ બુલિયન બજારમાં સોનું રૂા. 100 ઉછળીને રૂા. 43000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જો કે મહત્ત્વની બાબત તો એ છે કે દેશની રાજધાની દિલ્હી તેમજ આર્થિક રાજધાની મુંબઇ ખાતે સોનાના ભાવ અમદાવાદની સરખામણીએ ઘણા નીચા છે. વૈશ્વિક બજારમાં પણ સોનું 1700 ડોલર તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો હતાં. જો કે પાંખી વધઘટ પાછળ આજે ચાંદીના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો.

અર્થતંત્રની ગતિ ધીમી પડી

ચીનમાં પ્રસરેલા ઘાતક કોરોના વાઇરસના કારણે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે. તો બીજી તરફ અગાઉથી જ પ્રસરેલી અન્ય પ્રતિકૂળતાઓ પણ વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરતા મંદીનો માહોલ પ્રબળ બનવા પામ્યો છે. મંદીના પ્રબળ બનેલા માહોલમાં વૈશ્વિક બજારમાં ફંડો તેમજ રોકાણકારો અન્ય એસેટસમાં રોકાણ કરતા ખચકાઇ રહ્યાં છે. આ સંજોગોમાં વૈશ્વિક બજારમાં ફંડો તેમજ રોકાણકારો સોનામાં સેફ ઇન્વેસ્ટમેન્ટરૂપી લેવાલી તરફ વળ્યા છે. જેના પગલે વૈશ્વિક બજારમાં સોનું ઉછળીને 1600 ડોલરની સપાટી કૂદાવી 1640.50 ડોલર પહોંચ્યું હતું.

સોનું 2000 ડોલરને સ્પર્શવાની આગાહી કરી

જ્યારે ચાંદી ઉછળીને 18.36 ડોલર પહોંચી હતી. મોડી સાંજે મળતા અહેવાલો મુજબ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકર સીટી ગ્રૂપે આગામી બે વર્ષમાં સોનું 2000 ડોલરને સ્પર્શવાની આગાહી કરતા બંધ બજારે 1700 ડોલર તરફ આગળ વધ્યું હતું. વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનતા સોનામાં થતા રોકાણમાં વધારો થવાના કારણે વૈશ્વિક બજારોમાં ગોલ્ડ ઇટીએફમાં થતું રોકાણ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. તો ભારતમાં પણ ગોલ્ડ ઇટીએફમાં થતું રોકાણ સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચી જવા પામ્યું છે.

અમદાવાદમાં સોનું 43,000ની વિક્રમી સપાટીએ

ઉપરોક્ત અહેવાલો પાછળ અમદાવાદ બુલિયન બજારમાં નીકળેલી નવી લેવાલી પાછળ સોનામાં રૂા. 100નો ઉછાળો નોંધાતા તે વિક્રમી એવી રૂા 43,000ની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. આજે કામકાજના અંતે સોનું (99.9) 43000ની ઉંચી ટોચે બંધ રહ્યું હતું. જ્યારે સોનું (99.5) 42,850 અને ચાંદી રૂા. 48,500ની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે મુંબઇ બુલિયન બજારમાં આજે સોનું 41,742ની સપાટીએ જ્યારે દિલ્હી ખાતે 40,650ની સપાટીએ બંધ રહ્યું હતું.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!