GSTV

અમદાવાદઃ આચાર્ય દેવ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજના 82મા જન્મ દિવસની ઉજવણી

Last Updated on July 30, 2018 by

550 સાધુ સમુદાય અધિપતિ આચાર્ય દેવ વિજય જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબના 82મા જન્મ દિવસની અમદાવાદ શહેરમાં ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે જિનાલયોમાં પરમાત્માની અંગરચના કરવામાં આવી હતી. તીર્થંકરો, ગણધરો અને યુગપ્રધાન જેવા મહાત્માઓની જન્મદિવસની ઉજવણી થતી હોય છે. સાધુ ભગવંતોએ જણાવ્યું કે, જન્મ તમામ દુ:ખોની જનેતા છે. પણ મહાપુરૂષોની જન્મદિવસની ઉજવણી થાય તેમાં કોઇ વાંધો નથી. જૈન અમારા સમુદાયનાં ગૌતમ સ્વામી કોઇ હોય તો પૂજ્યશ્રી જયઘોષ સુરિશ્વરજી મહારાજ છે. કલિકાળમાં હાલતી ચાલતી આગમની મોબાઇલ યુનિવર્સીટી એટલે જયઘોષ સૂરિજી. જેમણે અનેકોને ભણાવીને જિન શાસનનાં સિતારા બનાવ્યા છે. સમતાનાં અને કરૂણાનાં મહાસાગર એટલે જયઘોષસૂરિજી મહારાજ.

Related posts

વેધર વોચ ગૃપની મહત્વની ઓનલાઈન બેઠક યોજાઈ, રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

pratik shah

દિલધડક વીડિયો / આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ફક્ત 7 સેકન્ડમાં બિલ્ડીંગ તાસની મહેલની જેમ ધરાશાયી

Zainul Ansari

પશુપાલકો આનંદો: આવ્યા રે આવ્યા ખુશખબર, રાજ્ય સરકાર પશુધન સહાયમાં વધારો કરે તેવી શક્યતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!