GSTV

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

રેપ

Last Updated on June 25, 2021 by pratik shah

અમદાવાદમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષાઓ જોખમાઈ રહી છે, રખિયાલ વિસ્તારમાં રહેતી સોળ વર્ષની સગીરાને તારીખ 22 જૂનના રોજ અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટરે ગુનાની ગંભીરતા ધ્યાને લઇને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

દસકોઈ તાલુકાના કુહા ગામમાં ઇન્દિરા નગરના છાપરામાં રહેતા દિલીપ ઉર્ફ બોબો બાજાજી ઠાકોર (ઉમર વર્ષ 25) ની ધરપકડ કરી હતી, તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હતી અને લાશ ઓઢવ રીંગરોડ પર ખેતરમાં ફેંકી દીધી હતી. પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આરોપી શખ્સ અને તેની સગીર પ્રેમિકા છેલ્લા ઘણા સમયથી એકબીજાથી પરિચયમાં હતા. જોકે સગીરાની સગાઇ નક્કી થઈ હોવાથી બંને એ ભાગી જવાનું નક્કી કર્યું હતું. પરંતુ આરોપી પરણિત અને બે બાળકોનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કે તેની રહી શકે તે શક્ય ન હોવાથી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ ઝેર પીવડાવી હત્યા કરી ફરાર થયો હતો. જોકે, પોલીસ તપાસનો રેલો આરોપીના ઘર સુધી પહોંચ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો. પોલીસે આરોપી સામે અપહરણ, હત્યા, પુરાવાનો નાશ જેવી કલમો ઉમેરી હતી.

READ ALSO

Related posts

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!