અમદાવાદઃ આ દિવસથી નવી V S હોસ્પિટલનું થશે લોકાર્પણ, જાણો કેટલો કર્યો ખર્ચો

અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવી બનેલી VS હોસ્પિટલનું લોકાર્પણ આગામી જાન્યુઆરી માસમાં કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે હોસ્પિટલના વિવિધ વિભાગના 755 લાખના વિવિધ સાધનો ખરીદવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદમાં મંજૂર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર પાસે 300 કરોડની ગ્રાન્ટ માગવાનો નિર્ણય કરાયો છે. સાધનોનું કામ તાકીદમાં લાવવાનું કારણ આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, કામ મંજૂર કર્યા પછી 30 દિવસ પછી સાધનો આવતા હોવાથી તાકીદમાં મંજૂર કરાયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter