અમદાવાદઃ ઈસરોમાં બપોરે ભીષણ આગ, બે કલાકની જહેમત બાદ મેળવ્યો કાબુ

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ઈસરોના સ્ટોર રૂમમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની લગભગ 05 થી વધુ ગાડીઓ ઈસરોમાં ખડકી દેવામાં આવી હતી. સ્ટોર રૂમમાં આગ લાગવાના કારણે જુના કાગળિયા અને ડોક્યુમેન્ટ બળીને ખાખ થઇ ગયા હતા. ફાયર વિભાગે અંદાજિત 02 કલાકની વધુ જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter