GSTV
Home » News » અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી હજીરાની પોળના નાકે ભાજપના સક્રિય કાર્યકર્તાની હત્યા થઈ. ઘટના બાદ પોલીસે તપાસ કરતા કુખ્યાત ખાન સાયકલ ગ્રુપના લોકો હોવાનું બહાર આવ્યું. હજીરાની પોળ પાસે રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ સંકળાયેલો હતો અને ભાજપનો સક્રિય સિનિયર કાર્યકર્તા હતો.

શનિવારે રાત્રે ઘર બહાર બે લોકો વચ્ચે બબાલ ચાલતી હતી. જેમાં તેઓ સમાધાન કરાવવા વચ્ચે પડ્યા. દરમિયાન પાંચ શખ્સોએ છરીના ઘા મારીને હત્યા નીપજાવી. પોલીસે પાંચ આરોપીઓમાંથી બે આરોપી રશીદ અને સોહેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

Nilesh Jethva

મોડી રાત્રે ટ્રેનમાં સંબંધ બનાવતા કપલનો વીડિયો થયો લીક, પોલીસ કરશે તપાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!