ચૂંટણીમાં કોઇ પણ બેઠકમાં ૩થી વધુ ઉમેદવારને નામે ગુનો નોંધાયેલો હોય તો તેને ‘રેડ એલર્ટ’ હેઠળ મૂકવામાં આવે છે. બીજા તબક્કામાં કુલ ૯૩માંથી ૧૯ બેઠક ‘રેડ એલર્ટ’ હેઠળ આવે છે. જેમાં સૌથી વધુ ૭ બેઠક અમદાવાદ જિલ્લામાંથી જ છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯માંથી ૨૫ બેઠક રેડ એલર્ટ હેઠળ હતી.

અમદાવાદની કઇ બેઠક રેડ એલર્ટ હેઠળ?
બેઠક | કુલ ઉમેદવાર | ગુનાઈત ઉમેદવાર | પક્ષ |
જમાલપુર-ખાડિયા | ૦૮ | ૦૬ | ભાજપ, કોંગ્રેસ,આપ, એઆઇએમએમ, અપક્ષ, જેએસડીપી |
સાણંદ | ૧૫ | ૦૬ | ભાજપ, આપ, ચાર અપક્ષ |
ઠક્કરબાપા નગર | ૦૯ | ૦૪ | આપ, જીજીપી, બે અપક્ષ |
દાણિલીમડા | ૧૨ | ૦૪ | ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, એસડીપીઆઇ |
બાપુનગર | ૨૯ | ૦૪ | કોંગ્રેસ, અપક્ષ, જેએસવીપી, એસપી |
એલિસબ્રિજ | ૦૯ | ૦૪ | ભાજપ, આપ, બે અપક્ષ |
વેજલપુર | ૧૫ | ૦૩ | ભાજપ, કોંગ્રેસ, અપક્ષ |
અસારવા | ૦૭ | ૦૩ | કોંગ્રેસ, આપ, એનઆઇયુપી |
એડીઆર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદની જમાલપુર-ખાડિયામાં ૮માંથી ૬, સાણંદમાં ૧૫માંથી ૬, ઠક્કરબાપા નગરમાં ૯માંથી ૪, બાપુનગરમાં ૨૯માંથી ૪, એલિસબ્રિજમાંથી ૯માંથી ૪, વેજલપુરમાંથી ૯માંથી ૩, અસારવામાંથી ૭માંથી ૩ ઉમેદવાર સામે ગુનો નોંધાયેલો છે. આમ, બીજા તબક્કામાં ૨૦ ટકા બેઠક એવી છે જ્યાં ગુનાઈત ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. બીજા તબક્કામાં અમદાવાદ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, મહેસાણા, પંચમહાલ, ગાંધીનગર એવા જિલ્લા છે જેને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવી છે.જેમાં પાટણમાંથી પાટણ, આણંદમાંથી ઉમરેઠ-આણંદ, બનાસકાંઠામાંથી થરાદ-ધાનેરા, છોટા ઉદેપુરમાંથી જેતપુર, વડોદરામાંથી અકોટા, મહેસાણામાંથી મહેસાણા, પંચમહાલમાંથી હાલોલ અને ગાંધીનગરમાંથી કલોલ બેઠકનો સમાવેશ થાય છે.

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯માંથી ૨૫ એટલે કે ૨૮ ટકા બેઠક રેડ એલર્ટ હેઠળ છે. જેમાં લિંબડી બેઠકમાં ૧૫માંથી સૌથી વધુ ૭, લિંબાયતમાં ૪૪માંથી ૬, ભાવનગર પશ્ચિમમાં ૧૫માંથી ૫ સાથે સૌથી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. આ સિવાય જે બેઠક રેડ એલર્ટમાં છે તેમાં લાઠી, રાજકોટ સાઉથ, રાજુલા, ધરમપુર, રાપર, કુતિયાણા, ધારી, વાગરા, રાજકોટ ઈસ્ટ, સુરત ઈસ્ટ, જામનગર સાઉથ, ચૌર્યાસી, ડેડિયાપાડા, રાજકોટ વેસ્ટ, ઉધના, દ્વારકા, ભાવનગર ઈસ્ટ, તલાજા, કેશોદ, કામરેજ, પોરબંદરનો સમાવેશ થાય છે.
READ ALSO
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર