GSTV
Gujarat Government Advertisement

હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડી ગયા, અમદાવાદ સિવિલમાં 57 હેલ્થ વર્કર સંક્રમિત

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થતાં સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કર પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. સિવિલમાં છેલ્લાં 10 દિવસમાં 50 નર્સ સહિત 57 હેલ્થ વર્કરને કોરોનાનો ચેપ લાગ્યો છે. સિવિલના મોટા ભાગના વિભાગના હેડ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સિવિલના ઓએસડી ડૉ. મૈત્રી ગજ્જર, પલ્મોનોલોજી વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી, એનેસ્થેસિયાના વડા ડૉ. તરલીકા, બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, મેડિસીનના સિનિયર પ્રોફેસર ડૉ. બી.કે. અમીન કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 590 હેલ્થ વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે.

અમદાવાદ અને સુરતની હાલત અત્યંત બદતર

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ચારે બાજુ લોકોની અર્થી ઉઠી રહી છે. એમાંય અમદાવાદ અને સુરતની હાલત તો અત્યંત બદતર થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં તો મોતના આંક પણ ધીરેધીરે વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો તેમજ સ્મશાનગૃહોની બહાર પણ શબવાહિનીની લાઇનો જોવા મળી રહી છે.

કોરોના

અમદાવાદ શહેર ઉપર કોરોનાનું કોહરામ જોવા મળી રહ્યું છે. બુધવારે ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૪૯૧ કેસ નોંધાવા પામ્યા છે. ઉપરાંત ૨૪ લોકોનાં મોત થવા પામ્યા છે. છેલ્લાં ત્રણ દિવસથી બે હજારથી પણ વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, શહેરમાં કોરોનાના નવા કેસની સાથે એકિટવ કેસની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે પુરા થતાં ૨૪ કલાકમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૮૬૦૫ ઉપર પહોંચી ગઈ છે. ગત વર્ષે માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના સંક્રમણની સાથે અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૮૫,૧૩૨ કેસ નોંધાવા પામ્યા છે. એક વર્ષ ઉપરાંતના સમયમાં કુલ ૨૪૫૩ લોકોનાં મોત નિપજ્યાં છે.

શહેરમાં અત્યાર સુધીમાં 85,132 કેસ નોંધાયા

બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોરોનાના નવા ૨૪૯૧ કેસ નોંધાયા છે. ઉપરાંત ૪૧૫ લોકોને કોરોના મુકત થતા રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ ૭૨૦૨૨ લોકો કોરોના મુકત થયા છે. શહેરમાં કોરોના સંક્રમિત થવાથી બુધવારે ૨૪ લોકોનાં મોત થતાં અત્યાર સુધીમાં ૨૪૫૩ લોકોના મરણ થયા છે. મહત્વની બાબત એ છે કે,શહેરમાં સતત ત્રણ દિવસથી કોરોનાના નવા કેસની સાથે એકટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સોમવારે શહેરમાં કોરોનાના એકટિવ કેસની સંખ્યા ૫૭૦૫ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં કહેવામાં આવ્યુ હતું. મંગળવારે એકિટવ કેસની સંખ્યા વધીને ૬૭૮૮ ઉપર પહોંચી હતી.

શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે એકટિવ કેસની સંખ્યા બમણી

બુધવારે એકિટવ કેસની સંખ્યા વધીને ૮૬૦૫ થવા પામી છે. આમ જેમ કોરોનાના કેસ બે હજારથી વધુ નોંધાવા લાગ્યા છે એમ કોરોનાના એકિટવ કેસની સંખ્યામાં પણ ઝડપથી વધારો થવા પામ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!