GSTV
Home » News » GSTV Report : અમદાવાદીઓ માટે ચોંકાવનારા ન્યૂઝ, શું તમે સફેદ ઝેર પી રહ્યાં છો?

GSTV Report : અમદાવાદીઓ માટે ચોંકાવનારા ન્યૂઝ, શું તમે સફેદ ઝેર પી રહ્યાં છો?

આપણે બધાં ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી કે અમે સફેદ ઝેર પીતાં નથી. આ સફેદ ઝેર અજાણતા આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. ઝેર તો પીધા જાણી જાણી નવલકથાનું આ શીર્ષક એવા અમદાવાદીઓ માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે કે જેવો ડેરી અથવા દૂધવાળાં પાસેથી પેકિંગ વગરનું એટલેકે ખુલ્લું દૂધ ખરીદે છે.

આ દૂધ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે તેમ છે કેમકે હાલમાં જ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી એ કરેલા એક પરીક્ષણમાં આ બાબત પ્રકાશમાં આવી છે.

આ સંસ્થાએ અમદાવાદની 50 ડેરીઓમાં અને દૂધવાળા દ્રારા વેચાતા ખુલ્લા દૂધ નમૂનાઓ એકત્ર કર્યા હતાં. આ 55 નમૂનામાંથી 38 નમૂના પ્રયોગશાળા કરાયેલા પરીક્ષણમાં નાપાસ થયાં છે.

આ ખુલ્લા દૂધના નમૂનામાં કોલિફોર્મ નામના બેક્ટેરિયા જોવા મળ્યા છે. જેનાથી ઉલ્ટી, યુરિનરી ટ્રેકટ ઇન્ફેક્શન અને ટાઇફોઈડ જેવી બીમારી થઈ શકે છે. આ દૂધની ગુણવત્તા ચકાસતા ખ્યાલ આવે છે કે દૂધમાં દૂષિત પાણી સિવાય પણ યુરિયા, અમૉનીયમ સ્લફેટ, ડિટર જન્ટ અને કૉસટીક સોડા જેવા રસાયણ તત્વો સામેલ છે.

આ સ્થિતિમાં ગ્રાહકોએ સ્થાનિક ડેરી અને ઘરે વેચાવા આવતા પેકિંગ વગરના એટલે કે ખૂલ્લા દૂધને ખરીદવું જોઈએ નહીં. જો તમારી પાસે ખુલ્લું દૂધ ખરીદ્યા વગર છૂટકો જ ન હોય તો આવા દૂધને ઉપયોગમાં લેતા પહેલા તેને જરૂરથી ઉકાળવું જોઈએ.

આ સિવાય પણ જે ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે તે મુજબ પશુઓને જે એન્ટિબાયોટિક અપાય છે. એન્ટિબાયોટિક અને હોર્મોનનાં અવશેષો દૂધમાં ભળી જતા કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે.

Related posts

આજે વતનમાં વડાપ્રધાન : માતા હિરાબાના લેશે આશિર્વાદ, ભાજપ દ્વારા મનાવાશે વિજયોત્સવ

Mayur

એક જ પેસેન્જર હોવાથી આખી ફ્લાઇટ રદ, અમદાવાદ એરપોર્ટ પર બની ઘટના

Mayur

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૮.૬૩ ટકા પરિણામ ૩.08 ટકા વધ્યુ,૭૯૨ A-1 વિદ્યાર્થી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!