GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

માસ્ક નહીં પહેર્યું હોય તો પણ પોલીસ પાસે 500 રૂપિયા વસૂલવાનો પાવર નથી : આટલા જ આપશો, આ છે નિયમ

Corona

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં કેટલાક લોકો તે પરત્વે બેકાર થવા માંડયા છે. અમુક તો પાનના ગલ્લે જ પાન ખાઈને ગમે ત્યાં રોડ પર જૂની ટેવ મુજબ પિચકારી મારી દે છે.આ સ્થિતિનો અંત લાવવા મ્યુનિ. તંત્રએ જાહેરમાં માસ્ક ન પહેરનાર તથા થૂંકનારનો રૂા. 200 દંડ લેવાતો હતો તે વધારીને રૂા. 500 કરી કાઢવામાં આવ્યો છે તેમજ પાનના ગલ્લા નજીક જ કોઈ ગ્રાહક થુંકશે તો ગલ્લાવાળાને રૂા. 10,000નો દંડ કરવામાં આવશે તેવું પણ નક્કી થયું છે.

કોર્પોરેશને ભલે દંડ રૂ.500 કર્યો પણ પોલીસ તો આટલા જ વસૂલી શકશે

એએમસીએ માસ્ક વિના જાહેરમાં ફરનારાને થતાં દંડની રકમ વધારીને રૂપિયા 200થી ધારીને રૂપિયા 500 અને ગલ્લા પાસે કોઇ થૂકે તો ગલ્લાવાળાને રૂપિયા 10 હજારના દંડની જાહેરાત તો કરી પરંતુ શહેરની પોલીસ આના કારણે મૂંઝવણમાં મુકાઇ છે. ગલ્લાવાળા પાસેથી દંડ વસૂલવાની હાલ તેમની પાસે કોઇ સત્તા નથી. માસ્ક વગર ફરનારા પાસેથી કેટલો દંડ વસૂલવો તે રાજ્. સરકારની જોગવાઇથી નક્કી થયું છે. એટલે અમદાવાદની પોલીસ હાલ 500 રૂપિયા નહી જ વસૂલે. એએમસીએ જાહેર કરેલા પરિપત્ર અંગે કંટ્રોલ રૂમ ડીસીપીએ જણાવ્યું હતું કે એએમસીએ નક્કી કરેલા દંડ પ્રમાણે શહેર પોલીસ દંડ વસૂલશે નહી પરંતુ સરકારની જોગવાઇ અનુસાર માસ્ક અને જાહેરમાં થૂંકતા લોકો પાસેથી પોલીસ 200 રૂપિયાનો દંડ વસૂલશે.

100થી વધુ ગલ્લાઓ સીલ

પાન

અંગે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સ ના જળવાતું હોય, માસ્ક પાનના ગલ્લાવાળાએ ન પહેર્યો હોય, ગલ્લા ખોલવા માટે અનલોક વખતે જે શરતો કરાઈ હતી તેનું પાલન થતું ના હોય તેવા 100થી વધુ ગલ્લાઓને ‘સીલ’ કરવામાં આવેલ છે અને મોટી રકમની પેનલ્ટીપણ કરાઈ છે.

લોકોએ પાન બંધાવીને ઘરે લઈ જવાની વાત હતી તેને બદલે ત્યાં જ ઉભા રહીને ખાતા હોવાનું જણાયું છે. પનના ગલ્લા, ચાની કિટલી, પાણીપૂરી સહિતના ફૂડપાર્લરો સંક્રમણ ફેલાવાના મુખ્ય કેન્દ્રો બની શકે તેમ છે.

પોલીસે 1.72 લાખ લોકોને ફટકાર્યો દંડ

હસ્તમૈથુન

આજે રાજ્યના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, કમિશ્નર મુકેશકુમાર અને ડેપ્યુટી કમિશ્નરોની રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી મિટિંગમાં આ બાબતે સમીક્ષા થઈ હતી અને દંડ વધારવાનું નક્કી થયું હતું.

ઉપરાંત માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા લોકોને રૂા. 200નો દંડ ફટકારવામાં આવે છે આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવાનું પણ નક્કી થયું છે. અત્યાર સુધીમાં મ્યુનિ. તંત્ર અને શહેર પોલીસ તંત્ર દ્વારા 1.72 લાખ લોકોને દંડવામાં આવ્યા છે.

લોકો પોતે સજાગ નહી બને ત્યાં સુધી કોરોનાનો ચેપ ફેલાવાનું અટકવાનું નથી. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને વારંવા હાથ ધોવાનું કે સેનેટાઇઝ કરવાનું અત્યંત જરૂરી હોવા છતાં આ દિશામાં બેદરકારી આચરનારા કોરોનાને નિમંત્રી બેસે છે.

Read Also

Related posts

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan

સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવતા સુરતમાં ડી-માર્ટ મોલ કરાયો સીલ, પાલિકા દ્વારા થશે કડક કાર્યવાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!