GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

જીવના જોખમે અમદાવાદમાં બફર ઝોનમાં કામગીરી, વિજય નહેરાએ કહ્યું હજુ મોટી સંખ્યામાં કેસો વધશે

અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાના કેસને રોકવા માટે (case) આરોગ્ય વિભાગે શરૂ કરેલા મેગા સર્વે કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો. શહેરના લઘુમતી વિસ્તારમાં કેટલાક લોકોએ આરોગ્ય વિભાગની કામગીરીનો વિરોધ કર્યો અને (case)તેઓને સર્વેની કોઈ જરૂર નથી.તેમ પણ કહ્યુ.કોરોનાના સંકટના કારણે જે વિસ્તારોને બફર ઝોન જાહેર કરાયા છે.

કોઈ વ્યક્તિ આવ-જા કરી શકતી નથી…તેવા સ્થળો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવતા હોય છે..પરંતુ આરોગ્ય વિભાગની ટીમની સમજાવટ બાદ પણ સહકાર મળતો હોય તેમ દેખાતુ ન હતુ..ઉલ્લેખનિય છે કે, આજે મધ્યઝોનના છ વોર્ડમાં એક હજાર ટીમ અને બે હજારથી વધુ  કર્મચારીઓ મેગા સર્વેમાં સામેલ થયા.મહાપાલિકાના અન્ય ઝોનની ટીમો પણ આ સર્વેમાં સામેલ થઈ.

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.

અમદાવાદમાં 1000 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં નોધાયેલા 55 કેસમાંથી ફક્ત 50 કેસ અમદાવાદમાં નોંધાતા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં હજુ 1000 લોકોના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં 74 અર્બન હેલ્થ સેન્ટર ના 982 ટીમ અને 1900 હેલ્થકર્મીઓ ફિલ્ડમાં લોકોની તપાસ કરી રહ્યા છે. પરંતુ લોકો જ્યાં સુધી લોકડાઉનને સમજશે નહીં તો પછી પ્રશાસન કેટલું કરાવી શકશે. લોકો 21 દિવસના લોકડાઉનના દિવસો ગણે છે. બસ હવે છૂટવાના 9 દિવસ બાકી પરંતુ ઘણાં લોકો લોકડાઉનને સમજ્યા વિના પોતાની મર્દાગની બતાવતા હોય તેમ કંઈપણ કામવિના બહાર નીકળી પડે છે. સોસાયટીમાં ઓટલા મંડળ ભરીને બેસી જાય છે.

READ ALSO

Related posts

કોરોના વેક્સિન આવી ગઈ બીજા તબક્કામાં, ટ્રાયલમાં સફળ થતાં ટૂંક સમયમાં જ આવી જશે બજારમાં

Harshad Patel

વાળ કપાવવા કે દાઢી કરાવવા જાઓ તો સાથે રાખજો આધારકાર્ડ, સલૂન સંચાલકોએ બનાવવું પડશે લિસ્ટ

Bansari

મોદી સરકારને કોઈ નહીં હલાવી શકે, દેશના 2/3 લોકો કામગીરીથી સંતુષ્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!