GSTV

અમદાવાદ પાણીમાં : વેજલપુરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

Last Updated on July 20, 2018 by Mayur

સ્માર્ટ સીટી અમદાવાદ, હેરિટેજ સીટી અમદાવાદ….જ્યાં વિકાસનો અતિરેક થઇ જાય તેવું શહેર અમદાવાદ…સાંભળીને ચોંકી જવાય તેવા શબ્દો છે…પરંતુ આ હકિકત છે…વિકાસ…વિકાસ…વિકાસની વાતો વચ્ચે અમદાવાદમાં પહેલા જ વરસાદે અમદાવાદના એએમસી તંત્રની પોલ ખોલી નાખે તેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે. આ દ્રશ્યો અમદાવાદની ગુજરાત કોલેજ પાસે નવા જ બનેલા ઓવરબ્રિજના દ્રશ્યો. ક્યારેય સાંભળ્યુ છે કે ઓવર બ્રિજ પર પાણી ભરાય.સાંભળીને નવાઇ લાગે કે ઓવરબ્રિજ તો ઉંચાઇ પર હોય ત્યાં થોડી પાણી ભરાય. પરંતુ ભાઇ આ તો અમદાવાદ છે.

અમદાવાદના જિવરાજપાર્ક વિસ્તારમાં મેટ્રો રૂટમાં ભૂવો પડી જતાં ટ્રાફિકજામ થયો છે. લોકોઅે સાવચેતી રાખીને અા વિસ્તારનો ઉપયોગ કરવો

અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો વેજલપુરમાં વધુ વરસાદની સાથે એક વિરાટ ભૂવો પણ પડ્યો છે. આ ભૂવાને વિરાટ ભૂવો એટલા માટે કહેવો પડે કેમકે આ ભૂવાને જો નજીકથી જોઇએ તો ચક્કર આવવા લાગે…એવું કહીએ કે આ ભૂવાને ભૂવો કહેવો કે મોતનો કૂવો એ મુશ્કેલ છે. જો આ ભૂવામાં કોઇ વાહન સાથે ખાબકે તો તેની શું હાલત થાય તેની કલ્પના કરી શકાય છે.અમદાવાદમાં આ ભૂવો એટલો મોટો ભૂવો છે કે મોટું વાહન પણ આ ભૂવામાં ખાબકી તો સમાઇ જાય..ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રોડની અદભૂત કામગીરી અમદાવાદના રસ્તા બનાવતા કોન્ટ્રાકટર સામે આ ભૂવાને લઇને સવાલો ઉભા થાય છે…એમ કહી શકાય કે અમદાવાદમાં વર્ષ દહાડે રસ્તાઓ પાછળ થતો ખર્ચ અંતે તો આવા ખાડામાં જ જાય છે તેવું હવે લોકો કહેતા નજરે પડી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને ઘમરોળનારા વરસાદની સૌરાષ્ટ્રમાં તિવ્રતા ઘટી છે અને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં ગઈકાલે રાતભર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગે હજુ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે 25 તારીખે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. તેમ હવામાન વિભાગે કહ્યું છે. હાલમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં અોવરબ્રિજ પર પાણી ભરાઈ ગયાં છે. લોકો અોવરબ્રિજ પર અટવાઈ પડ્યા છે. નદીની જેમ અોવરબ્રિજ પરથી પાણી અાવી રહ્યું છે.

વેજલપુર, શિવરંજની અને પ્રહલાદનગરમાં પણ પાણી ભરાયા છે. વાડજ, સોલા, ગોતા અે વૈષ્ણોદેવી સર્કલ પર પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પાસે પણ પાણી ભરાયા છે. અમદાવાદમાં પ્રિ મોન્સૂન પ્લાન પહેલાં વરસાદમાં જ ધોવાઈ ગયો છે. અમદાવાદમાં અોવર બ્રિજ પર પાણી ભરાયા છે. વેજલપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. મીઠાખળી અને પરિમલ અંડર પાસ બંધ કરી દેવાયો છે. અમદાવાદમાં કુલ 21 જગ્યાઅે પાણી ભરાયા છે. તંત્રનું તમામ અાયોજન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું છે.

એએમસી તંત્રની જોરદાર કામગીરી છે. અહીં બધુ જ શકય છેઅને આ જ શક્ય બનાવ્યુ છે . એએમસી તંત્રની જોરદાર કામગીરીએ.અમદાવાદના ગુજરાત ઓવરબ્રિજ પર જાણે તળાવ બનાવાયુ હોય તેવા દ્રશ્યો પહેલા જ વરસાદ બાદ જોવા મળ્યા છે.ઓવરબ્રિજ પર પાણી ભરાવાના આ દ્રશ્યો અમદાવાદનો ઓવર વિકાસ થયો હોવાની પ્રતિતી કરાવી રહ્યા છે.અણધડ આયોજનનો ઉત્કૃષ્ઠ નમૂનો સાબિત થયેલા આ ઓવરબ્રિજમાં પાણી ભરવાના કારણે પરેશાન તો આમ પ્રજાને જ થવું પડે તેવી સ્થિતી સર્જાઇ.ત્યારે કલ્પના કરો કે અમદાવાદના ઓવરબ્રિજ પર આ સ્થિતી સર્જાઇ હોય તો અમદાવાદના અન્ય વિસ્તારો અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં શું સ્થિતી સર્જાઇ હશે તેની કલ્પના કરવી જ રહી.  આમ તો અમદાવાદના ઘણા વિસ્તારોની હાલત માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં દયનીય બની ગઇ છે. પરંતુ આ તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના  ઉમિયા નગર વિસ્તારમાં રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયેલા છે. ભગવાન હાટકેશ્વરના નામનો આ વિસ્તાર જાણે હાટકેશ્વર મહાદેવના ભરોસે જ હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. એક તરફ અહીંની સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાય ગયા છે…તો બીજી તરફ રસ્તા પર પણ આવી જ સ્થિતી છે અહીંની હાલત તો એવી દયનીય છે કે અહીં રસ્તા પર અનેક મોટા વાહનો પસાર થાય છે. જેમાં એસટીની મોટી બસોના બોનેટ અને અડધુ વ્હીલ ડૂબે તેટલું પાણી ભરાય ગયું છે. જેના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

  • મણિનગર બીઆરટીએસ ટ્રેકમાં પાણી ભરાયાં
  • જવાહરચોક પાસે પાણી ભરાયાં
  • પુનિતનગર રેલવે ફાટક પાસે પાણી ભરાયાં
  • ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં
  • સી ટી એમ જામફળવાડી પાસે પાણી ભરાયા, વસ્ત્રાલ કિશ્ના પાર્ક પાસે પાણી ભરાયાં
  • વટવા વિસ્તારમાં પાણી ભરાયા
  • જોગેશ્વરી વિસ્તાર અમરાઈવાડીમાં પાણી ભરાયા

અમદાવાદના ધરણીધર વિસ્તારની અા સ્થિતિ તમે જોઈ રહ્યા હશો. પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અમદાવાદના અા વિસ્તારમાંથી નીકળવાનું ટાળો

પરિમલ ગાર્ડન અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો છે.

 

 

વરસાદ બંધ થતાંની સાથે જ ગટરનાં ઢાંકણા ખોલવા માટે તંત્ર દોડતું થયું છે.

પરિમલ અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહન ચાલકો  ટુલ્હિલર દોરીને પસાર કરી રહ્યાં છે.

 

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!