GSTV
Home » News » અમદાવાદઃ શહેરમાં 5 ઈંચ સામાન્ય વરસાદ અને રસ્તાઓમાં 5 ફૂટના ખાડા

અમદાવાદઃ શહેરમાં 5 ઈંચ સામાન્ય વરસાદ અને રસ્તાઓમાં 5 ફૂટના ખાડા

રાજ્યમાં અતિભારે વરસાના કારણે ખેડૂતો માટે મુશ્કેલીમાં વધારો થયો છે તો બીજી તરફ તંત્રની બેદરકારી પણ સામે આવી ચૂકી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની પણ સચ્ચાઈ સામાન્ય વરસાદમાં ખુલી ગઈ છે. હજી તો રાજ્યમાં વરસાદનું આગમન થયું છે, અને અમદાવાદમાં તો માત્ર 3થી 5 ઇંચ વરસાદ વરસ્યો છે જેને કોર્પોરેશનની પોલપોલ લોકોની સામે રાખી દીધી છે. સામાન્ય એવા વરસાદમાં મેટ્રો રૂટ પર ભૂવાની સાથે રસ્તાઓ પર ખાડાઓ રાજ કરી રહ્યા છે. ત્યારે અનેક વખત હાઈકોર્ટ પણ મનપાને રસ્તા મુદ્દે ટકોર અને કડક સૂચના આપી ચૂક્યું છે. જોવામાં આવે તો વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા એ કોઈ નવી કે પહેલી વાત નથી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં થોડા દિવસથી પડેલા વરસાદના કારણે શહેરના રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે તો ક્યાંક મોટા ખાડા પડેલા નજરે ચઢે છે…મહત્વની વાત એ છે કે પ્રિ-મૂન્સુનને લઈને મોટી મોટી મિટિંગો કરવામાં આવે છે. કરોડો રૂપિયાના બજેટની ફાળવણી પણ કરવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવિકતાનો ચિતાર અહીંયાં સ્પષ્ટ નજરે દેખાઈ આવે છે.કોર્પોરેશનના અધિકારીઓ પ્રિ-મોન્સૂનને લઈને એસી ચેમ્બરોમાં બેસીને નિત નવા એક્શન પ્લાન ઘડે છે તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે વરસાદની સીઝનની શરૂઆત પહેલા જ  અમદાવાદ શહેરના કથળી ગયેલા રોડ રસ્તાઓને સુધારી દેવામાં આવશે.પરંતુ માત્ર પાંચ ઇંચ જેટલાં પડેલા વરસાદે સરકારી બાબુઓ અને કોપોરેશનના અધિકારિઓ માટે એક મોટી ચેલેન્જ ઉભી કરી દીધી છે.

Related posts

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે વધુ બે રસ્તાને ડાયવર્ઝન આપ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!