GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાતમાં ગરમીનું જોર વધ્યું, અમદાવાદ સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી ગરમીમાં શેકાયું

ગરમી

ગુજરાતમાં કોરોના વાયરસના કેર વચ્ચે ગરમીનું જોર પણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી ગરમીમાં શેકાયું હતું જ્યારે ડીસામાં ૪૪.૧ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.અમદાવાદમાં ૪૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં૪૩ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં હજુ આગામી બુધવાર સુધી ૪૪ થી ૪૫ ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. આજે અમદાવાદ-ડીસા ઉપરાંત ગાંધીનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલામાં પણ ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૨૪ કલાક દરમિયાન ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. આ પછી રવિવારથી ૩ દિવસ દરમિયાન ગરમીમાં તબક્કાવાર ૩ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. શુક્રવારે કચ્છમાં હીટ વેવની સ્થિતિ જોવા મળી હતી. ‘

ગુજરાતમાંમાં ક્યાં વધારે ગરમી?

શહેર ગરમી

ડીસા ૪૪.૧

અમદાવાદ ૪૪.૦

ગાંધીનગર ૪૪.૦

કંડલા ૪૩.૪

સુરેન્દ્રનગર ૪૩.૩

આણંદ ૪૩.૦

રાજકોટ ૪૨.૮

વડોદરા ૪૨.૪

ભૂજ ૪૦.૬

ભાવનગર ૪૦.૦

દીવ ૩૭.૨

પોરબંદર ૩૫.૬

સુરત ૩૫.૪

Read Also

Related posts

રાજ્યમાં Coronaનો કેર: છેલ્લાં 24 કલાકમાં 492 નવા કેસ નોંધાયા, 33 લોકોનાં થયા મોત

Mansi Patel

અમદાવાદના આ બે વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે લગાવવામાં આવ્યો અશાંત ધારો

Nilesh Jethva

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી: છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!