GSTV
Gujarat Government Advertisement

રાહત / અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, નોંધાયા આટલા કેસ

કોરોના

Last Updated on May 6, 2021 by Bansari

અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના સંક્રમણમાં વધારા બાદ પહેલી વખત એક જ દિવસમાં ૫૦૪૯ લોકો હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે પરત ફરતા કોરોના મુકત થયા છે.લાંબા સમય બાદ દૈનિક કેસમાં પણ ૫૧૯ કેસ જેટલો મોટો ઘટાડો નોંધાતા ૨૪ કલાકમાં નવા ૪૧૭૪ કેસ અને ૨૨ લોકોનાં મોત નોંધાવા પામ્યા છે.જો આ સ્થિતિ આવનારા દિવસોમાં જળવાઈ રહેશે તો કોરોના સંક્રમણમાં ઝડપથી ઘટાડો જોવા મળી શકે છે.

કોરોના

આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૪૧૭૪ કેસ નોંધાતા ગત વર્ષથી અત્યાર સુધીમાં કુલ ૧,૮૩,૮૬૧ કેસ નોંધાયા છે.બુધવારે ૫૦૪૯ લોકો સાજા થઈ ઘેર પરત ફરતા અત્યાર સુધીમાં કુલ૧,૧૩,૯૪૨ લોકો કોરોના મુકત થયા છે.બુધવારે ૨૨ લોકોના મરણ થતાં ગત વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં કુલ ૨૯૬૩ લોકોના મોત થવા પામ્યા છે.શહેરમાં હાલમાં એકિટવ કેસની સંખ્યા ૬૭૮૫૩ ઉપર પહોંચવા પામી છે.

નવા આઠ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ

ઝોનસ્થળમકાનવસ્તી
પૂર્વરાધેકૃષ્ણ પાર્ક,રામોલ૦૫૧૪
દક્ષિણનિગમ સોસા,વટવા૦૩૧૨
માંગલ્ય-૨ એપા,મણિનગર૧૦૪૦
લક્ષ્મીકુંજ સોસા,દાણીલીમડા૪૦૧૬૫
દ.પશ્ચિમસફલ પરીસર-૨,સાઉથ બોપલ૦૪૧૫
વિનસ પાર્ક લેન્ડ,વેજલપુર૪૦૧૬૪
ઉ.પશ્ચિમસેરીન લાઈફ સ્ટાઈલ,ચાંદલોડીયા૧૬૬૫
સેવન્થ એવન્યુ,ગોતા૧૨૫૦
કુલ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ૧૯૮

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!