GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત: 279 નવા કેસ, રેડ ઝોન સિવાયના આ વિસ્તારોમાં સંક્રમણ વધ્યું

Corona

અમદાવાદમાં કોરાનાનો ભરડો યથાવત રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં 24 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મોત થયા છે. જ્યારે નવા 279 દર્દીઓ નોંધાયા છે. તે પૈકીના કેટલાક જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે, તો કેટલાંકે ઘેરબેઠાં જ સારવાર શરૂ કરી દીધી છે.જ્યારે વધુ 1019 દર્દીઓ સાજા થઇ જતાં તેમને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા મળી છે. આ સાથે કુલ મૃત્યુઆંક 888ને આંબી ગયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર સહીત કુલ દર્દીઓની સંખ્યા 12773 થઇ ગઇ છે.

કુલ 17,632 દર્દી, 1092 ના મોત અને 11,894 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,7738888,727
સુરત1717721160
વડોદરા110639625
ગાંધીનગર30014163
ભાવનગર1268103
બનાસકાંઠા115587
આણંદ1011087
અરવલ્લી1117106
રાજકોટ115372
મહેસાણા125676
પંચમહાલ911072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ81664
ખેડા71458
સાબરકાંઠા106374
જામનગર54337
ભરૂચ44334
કચ્છ82255
દાહોદ40032
ગીર-સોમનાથ45036
છોટાઉદેપુર33023
વલસાડ41114
નર્મદા19015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30124
નવસારી26012
પોરબંદર1224
સુરેન્દ્રનગર41116
મોરબી403
તાપી605
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,632109211,894

આ વિસ્તારોમાં સ્થિતિ ચિંતાજનક

દરમ્યાનમાં રેડઝોનમાં દર્દીઓ ઓછા થતા જાય છે અને એ સિવાયના વિસ્તારોમાં કોરાનાના સંક્રમણનો વ્યાપ વધતો જાય છે. પશ્ચિમ ઝોનમાં નારણપુરામાં 11, વાસણામાં 10, પાલડીમાં 9 સાથે વધુ 45 દર્દીઓ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં પાલડી વાસણા, નવા વાડજમાં કેસ વધતા જાય છે. નવા પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં 14, સેટેલાઇટમાં 6, ગોતામાં 6, બોડકદેવમાં 5 સાથે 42 નવા કેસ નોંધાયા છે.

કોરોના

ઉત્તર ઝોનમાં બાપુનગરમાં 27, નરોડામાં 20, ઠક્કરબાપાનગરમાં 11 સાથે કુલ 82 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે મધ્ય ઝોનમાં 46, દક્ષિણ ઝોનમાં 42 અને પૂર્વ ઝોનમાં નવા 38 દર્દીઓ નોંધાયા છે. અનલોક-1માં લોકો મોટી સંખ્યામાં બહાર નિકળતા હોવાથી, કેટલાંક માસ્ક પણ પહેરતા ના હોવાથી, ક્યાંક સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ના હોવાથી કેસો વધવાની ભીતિ પેદા થઇ છે. સરકારની સૂચનાઓની સાથે લોકો પોતે જ વધુ જાગૃત રહે તે જરૂરી બની ગયું છે.

બીજી તરફ સરકારી તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ વારંવાર નિયમો બદલ્યા કરે છે. સ્થિતિ સરળ બનાવવાના બદલે કારણ વગર ગુંચવાડાભરી બનાવી દે છે. કોઇ દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય, ત્યાંથી તેનો ટેસ્ટ કરાવાય અને દર્દી કોરોના પોઝિટીવ હોય તો તેમણે બીજી ખાનગી હોસ્પિટલ જ શોધવી પડે. મ્યુનિ. તેના કોટામાંથી હોસ્પિટલમાં પ્રવેશ અપાવી ના શકે. મ્યુનિ. દ્વારા ટેસ્ટ થયો હોય તો જ તે જવાબદારી લેવા તૈયાર થાય, બાકી હાથ અધ્ધર કરી દે. આ તો કેવો નિયમ ?

ઉપરાંત અગાઉ ટેસ્ટ ઘટાડવાના હેતુથી સરકારી બાબુઓએ ડોકટરે લખી આપ્યું હોય તો પણ જુદા જુદા અધિકારીઓની મંજુરી લેવી પડતી હતી. જેના કારણે ટેસ્ટમાં વિલંબ થતો હતો અને હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી જતો હતો. ડોકટરો પણ કહે છે કે દર્દી મોડા દાખલ થવાના કારણે મૃત્યુદર ઊંચો જાય છે. જો કે હાઇકોર્ટનો ઠપકો સાંભળ્યા બાદ આખરે સરકારે વધારાની મંજુરીઓ હટાવી દીધી છે. હવેથી ડોકટર લખી આપે તો ડાયરેક્ટ ટેસ્ટ થઇ શકશે.

Corona

કયા ઝોનના કેટલા દર્દીઓ સારવાર હેઠળ ?

મધ્ય ઝોન 597

ઉત્તર ઝોન 942

દક્ષિણ પશ્ચિમ 276

પશ્ચિમ ઝોન 545

ઉત્તર પશ્ચિમ 134

પૂર્વ ઝોન 547

દક્ષિણ ઝોન 487

કુલ 3528

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!