GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમદાવાદમાં 253 નવા કેસ, મૃત્યુઆંક 800ની નજીક: આ વિસ્તાર બન્યો નવો હોટસ્પોટ

કોરોના

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. આજે નવા 253 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન વધુ 18 દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તાર સહીત દર્દીઓની કુલ સંખ્યા વધીને 11597ની થઈ છે, જ્યારે અત્યાર સુધીનો મૃત્યુનો કુલ આંક 798નો થઈ ગયો છે. દરમ્યાનમાં સાજા થયેલાં 468 દર્દીઓને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા અપાઈ છે.

દરમ્યાનમાં આજે શહેરના તમામ વોર્ડમાં વત્તાઓછા પ્રમાણમાં દર્દીઓ નોંધાયા છે. ગઈકાલે અમરાઈવાડીમાં 37 દર્દીઓ નોંધાતા હોટસ્પોટ બની ગયું છે. ઓઢવ, નરોડા, શાહીબાગ, ઈન્દ્રપુરી, સરખેજમાં કેસો વધ્યા છે.

Corona

બીજી તરફ કોરોનાના કારણે મ્યુનિ.ની હદમાં થયેલા મૃત્યુનો આંકડો આજે સવાર સુધીમાં 773નો હતો. જેમાં સૌથી વધુ સિવિલ હોસ્પિટલમાં 415, એસવીપીમાં 143, સોલા સિવિલમાં 44 અને અન્ય હોસ્પિટલોમાં 171 બતાવ્યા છે. એટલે કે અન્ય હોસ્પિટલોનો આંકડો વધતો જાય છે. વગોવાઈ ગયેલી સિવિલ હોસ્પિટલ ઓછા મૃત્યુ દેખાય તે માટે ગંભીર દર્દીઓને કેન્સર અને કિડનીની હોસ્પિટલમાં દાખલ કરાવતી હોવાની કે ટ્રાન્સફર કરતા હોવાની ફરિયાદો પણ ઉભી થવા પામી છે.

કોરોના દર્દીઓના થતાં મૃત્યુના કારણો અંગે એક ડૉક્ટરે જણાવ્યું હતું કે (1) ટેસ્ટ મોડો થવો અને તેનું મોડું પરિણામ આવવું (2) દર્દીને અન્ય રોગો હોય તેની સારવાર સમયતર ના કરવી (3) સિનિયર ડૉક્ટરો રસ લઈને તપાસતા નથી કે સારવાર કરતાં નથી (4) વેન્ટીલેટર, ઓકસીજન, આઈસીયુ બેડનો અભાવ પણ ક્યાંક નડે છે (5) દર્દી પોતે ચિહનો હોવા છતાં મોટો જાગે છે, તે બાબત નડી જાય છે. આ ઉપરાંત એનેસ્થેટિક, મેડિસીન, ઈમરજન્સી સારવાર, ફેફસાના નિષ્ણાત તબિબો, ક્રિટીકલ કેરના જાણકારોની ખૂબ જ જરૂર હોય છે, પણ આ પ્રકારના તજજ્ઞાોનો બહુ મોટો અભાવ હાલના સંજોગોમાં જોવા મળે છે. જે છે એ ડૉક્ટરો બધે પહોંચી વળે તેમ નથી.

ઉપરાંત સરકારે કોરોનાની પ્રેસનોટ કાપી, પ્રેસનોટ મોડી મુકવાનું ચાલુ કર્યું, મ્યુનિ. તંત્રએ પણ અનેક વિગતો પર પડદો પાડી દીધો તેની સાથે આંકડાઓમાં ગોટાળા કરવાનું પણ મોટાપ્રમાણમાં ચાલુ કરી દેવાયાનું જણાય છે. દાખલા તરીકે ગઈકાલે 241 દર્દીઓની યાદી આપી તેમાંથી 70 દર્દીઓ તો તા. 21મીએ દાખલ થયેલા હતા. એવી જ રીતે 22મી અને 23મીના પણ ઘણા દર્દીઓ છે. એનો અર્થ એ થયો કે છેક 7 દિવસે ખબર પડી કે આ દર્દી પોઝીટિવ છે ? કે પછી ટેસ્ટ મોડા થાય છે તેની કબૂલાત છે. આ યાદી પૈકીના સરસપુરના એક દર્દીનો ફોન નંબર તેમની સારવાર કેવી થાય છે તે પૂછવા જોડયો તો સામેથી જવાબ મળ્યો કે આ દર્દી તો બે દિવસ પહેલાં મૃત્યુ પામ્યા છે. રાજ્યના હેલ્થ ખાતામાં અને મ્યુનિ.ના હેલ્થ વિભાગમાં કેવી લોલંમલોલ ચાલે છે, તેનો આ નમૂનો છે.

કિડનીના હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું કે તેમને ત્યાં છેલ્લા બે દિવસમાં એક દિવસ 8 અને એક દિવસ 13 મળીને 21 મૃત્યુ થયા છે. જ્યારે મરણની છેલ્લા બે દિવસની યાદીમાં તો બહું ઓછા દેખાડયા છે. સરકારનું હેલ્થ ખાતું રોજેરોજના મરણ કેમ જાહેર કરતું નથી, તે સવાલ છે.

ક્યા ઝોનના કેટલા દર્દીઓ સારવાર હેઠળ ?

મધ્યઝોન 1114

ઉત્તરઝોન 979

દક્ષિણઝોન 276

પશ્ચિમઝોન 618

ઉત્તરપશ્ચિમ 171

પૂર્વઝોન 839

દક્ષિણઝોન 876

કુલ 4873

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!