GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોનાનો આતંક, અમદાવાદમાં હોટસ્પોટ બનેલા વિસ્તારમાં 25 હજારથી વધુ લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઇન હેઠળ

અમદાવાદના કોટવિસ્તાર કોરોના માટે હોટ સ્પોટ બન્યો છે. બાપુનગર, રખિયાલ, આંબાવાડી, જશોદાનગર, બોડકદેવ, મકતમપુરા વિસ્તારમાંથી કોરોનાના પોઝિટીવ કેસ નોંધાતા મ્યુનિપલ દ્વારા આ વિસ્તારોમાં આવેલા પોકેટ્સ ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવા નિર્ણય કરાયો છે. શહેરની દસ લાખથી વધુની વસ્તી સામે 25 હજારથી વધુ લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

પોળોની બહાર પતરાની આડાશો મુકી દેવાઈ

અમદાવાદમાં કોરોનાના 83 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોટ વિસ્તારના દરીયાપુર, કાલુપુર અને જમાલપુર હોટ સ્પોટ જાહેર થયા છે. દક્ષિણ ઝોનમાં આવેલા રસુલાબાદ વિસ્તાર, દાણીલીમડામાં ઘ્રુવનગર, આંબાવાડીમાં હીરાબાગ, જશોદાનગર અને બોડકદેવ વિસ્તારોમાંથી કોરોનાના પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયુ છે. મ્યુનિ.દ્વારા દરીયાપુર અને કાલુપુર વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન માટે પોળોની બહાર પતરાની આડાશો મુકી દેવામાં આવી છે. જેથી અંદરથી એકપણ નાગરીક બહાર ન જઈ શકે.

આ વિસ્તારોમાં પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાં

અમદાવાદમાં વોર્ડ સિમાંકન થયા બાદ દરીયાપુર વોર્ડ અને કાલુપુરવોર્ડની એક-એક લાખ વસ્તી છે.જમાલપુર અને રાયખડમાં દોઢલાખની વસ્તી છે. બાપુનગરમાં દોઢલાખની વસ્તી છે. દાણીલીમડામા પણ દોઢલાખની અને આંબાવાડી-હીરાબાગ આસપાસ પચ્ચીસ હજારની અંદાજીત વસ્તી વસવાટ કરે છે. મંગળવારે જશોદાનગર અને બોડકદેવ વિસ્તાર અને મકતમપુરાના કેસ પોઝિટીવ આવતા આ વિસ્તારોના પોકેટસને પણ ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ મુકવાનો નિર્ણય કરાયો છે.

શહેરની 25 હજારથી વધુ લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાં

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જ્યાંથી પોઝિટીવ કેસ મળ્યા હોય એ પોકેટની વસ્તીને ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ આવરી લેવામાં આવે છે.પહેલા આઠ વિસ્તારો જાહેર કરાયા હતા. મંગળવારે વધુ ત્રણ વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ મુકવામાં આવ્યા છે. શહેરની 10 લાખની વસ્તી પૈકી 25 હજારથી વધુ શહેરીજનો હવે મ્યુનિપાલ્ટીએ ક્લસ્ટર ક્વોરન્ટાઈન હેઠળ છે. આ લોકોને મ્યુનિપાલ્ટી તમામ સગવડ પુરી પાડવામાં આવે છે.

વિસ્તારવસ્તી
ઘ્રુવનગર,દાણીલીમડા2755
રસુલાબાદ રોડનો પટ્ટો2600
બાપુનગર,રખીયાલ2324
હીરાબાગ,આંબાવાડી743
ચામડીયા વાસ,જમાલપુર1367
માતાવાડી પોળ,દરીયાપુર720
મલેકશાહ મસ્જિદ,દરીયાપુર750
ક્રિસ્ટલ ફલેટ,જમાલપુર2816
ન્યુ વસંતનગર,જશોદાનગર2000
અફરોજ મંઝીલ,મકતમપુરા2000
દેવરાજ ટાવર,બોડકદેવ2000

અમદાવાદનો સિટી વિસ્તાર બફર ઝોન જાહેર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકડાઉન વચ્ચે પણ કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના કેસમાં સૌથી વધારે અમદાવાદમાં હોવાથી સિટી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. શહેરના કાલુપુર દરવાજા સહિતના સીટી વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે. સાથે જ ત્યા તંત્ર દ્વારા સેનેટાઈઝીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, શહેરના સિટી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા સિટી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છેઅને કડક કામગીરી પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં કોરોનાના 83 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક 83નો થયો છે.ત્યારે અમદાવાદમાં ગઈકાલે બપોર બાદ જે નવા છે કેસ નોંધાયા છે. તે તમામ કેસ અલગ અલગ વિસ્તારના છે.

READ ALSO

Related posts

કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ

Nilesh Jethva

વીજબિલમાં રાહત આપવાની કરવામાં આવી હતી જાહેરાત, પણ અહીં ફટકારવામાં આવ્યું તોતીંગ બિલ

Arohi

આવા માસ્ક પહેરતા હોવ તો ચેતી જજો! વેચી રહ્યા છે ડુપ્લીકેટ માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!