GSTV
Gujarat Government Advertisement

કોરોનાનું કાળચક્ર: અમદાવાદમાં 21ના મોત સાથે મૃત્યુઆંક 421, જાણો કયા વિસ્તારમાં છે કેવી સ્થિતિ

Corona

Last Updated on May 13, 2020 by Bansari

અમદાવાદમાં કોરોનાનો ભરડો યથાવત્ રહેવા પામ્યો છે. આજે નવા 267 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયા છે. જ્યારે 21 દર્દીઓની સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. જેમાં 13 પુરૂષો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 6353 થઇ છે, જ્યારે મૃત્યુઆંક 421ને આંબી ગયો છે. ડિસ્ચાર્જ 1874 થયા છે, અને સારવાર હેઠળ હાલ 4058 દર્દીઓ છે. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નવા દર્દી નોંધાવાનો આંકડો ચાર-પાંચ દિવસથી થોડો સ્થિર થયો છે પણ ઘટતો નથી. રોજ 20ની આસપાસ મૃત્યુ થાય છે.

હોસ્પિટલોની આંતરિક વ્યવસ્થા અને સારવાર સામે પણ પ્રશ્નો ઉઠતા રહે છે.

સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓ તેમને થતાં દર્દ ઉપરાંત અવ્યવસ્થાથી ત્રાસી જાય છે. કોરોના સિવાયના ઝાડા-ઉલ્ટી, હાર્ટનો પ્રશ્ન, કીડની, ડાયાબિટિસ વગેરેમાં ટેસ્ટ કરવામાં, તેનો રિપોર્ટ આવવામાં અને સારવાર આપવામાં ખૂબ જ વિલંબ થતો હોવાનું અંદર દાખલ થયેલાં એક દર્દીનું કહેવું છે. ઉપરાંત અમદાવાદના રેડઝોનના વિસ્તારો ઉપરાંત ઓરેન્જ ઝોનના તમામે તમામ વિસ્તારોમાં કેસો તો વધતા જ રહે છે. લોકડાઉનમાં આ સ્થિતિ છે, તો લોકડાઉન ઉઠી જાય તો શું થાય તેની તો કલ્પના જ કરવી રહી.

બીજી તરફ રાજ્યમાં ફેલાયેલાં કોરોનાના રોગચાળામાં જો એક જ વિસ્તારમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તે છે, જમાલપુર વિસ્તાર જ્યાં અત્યાર સુધીમાં 110 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. ગઇકાલ સાંજ સુધીમાં રાજ્ય આખામાં 513 મૃત્યુ થયા છે, તેમાંથી 77.97 ટકા 400 મૃત્યુ માત્ર અમદાવાદમાં જ થયા છે. એમાંથી 193 લગભગ 50 ટકાની નજીક મૃત્યુ માત્ર કોટ વિસ્તારમાં જ થયેલ છે. જેની સ્પર્ધા દાણીલીમડા – બહેરામપુરા કરી રહેલ છે. જેમાં હવે મણિનગર વિસ્તાર પણ ઉમેરાતો જાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!