GSTV

ઘરમાં પણ બાળકો રમતાં હોય તો ધ્યાન રાખો, અમદાવાદમાં 2 બાળકીઓનાં થઈ ગયાં મોત

અમદાવાદ

અમરાઈવાડીમાં રહેતી બે સગી બહેનોને ઘરમાં રમતી વખતે પંખાનો કરંટ લાગતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે ડોક્ટરે બન્નેને મૃત ઘોષિત કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ અમરાઈવાડીમાં રબારી કોલોની ઍછોડાલાલની ચાલીમાં મુકેશભાઈ એસ.રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે. ૧૩ ઓગસ્ટના રોજ તેમના ઘરના નીચેના માળે પ્લાસ્ટરનું કામ ચાલતું હોવાથી તેમની બે દિકરી ધુ્રવી (૮ વર્ષ) અને માહી (૭ વર્ષ) ઉપરના માળે રમતી હતી.

દિકરીઓએ જવાબ ન આપતા પિતા ઉપર ગયા

દરમિયાન પ્લાસ્ટરના કામ માટે પાણીની જરૃર પડતા મુકેશભાઈએ તેમની દિકરીઓને પાણી ચાલુ કરવા કહ્યું હતું. જોકે દિકરીઓએ કોઈ જવાબ ન આપતા પિતા ઉપર ગયા હતા. તેમણે જોયું તો બન્ને દિકરી નીચે પડેલી હતી અને બાજુમાં પંખો પડયો હતો. તેના પિતાએ બન્ને દિકરી પર પાણી છાંટયું પણ બન્ને બેભાન હાલતમાં હતી. આથી બન્નેને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બન્ન્ને તપાસીને ડોક્ટરે મૃત ઘોષિત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

ગુજરાત/ ટેકાના ભાવે મગફળી ખરીદીની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ, મણ દીઠ 1 હજાર 55 રૂપીયાનો ભાવ જાહેર

pratik shah

પેટાચૂંટણી/ મતદારો માટે ચૂંટણીપંચે કરી ખાસ સુવિધા, દિવ્યાંગ-કોરોનાના દર્દી આ રીતે આપી શકશે પોતાનો અમૂલ્ય મત

pratik shah

ફાયર સેફ્ટી અમલ મામલે તંત્ર ભારે મૂંઝવણમાં, કન્સલ્ટિંગ દવાખાનાં- હોસ્પિટલોમાં ચોક્કસ નીતિના અભાવે ડૉક્ટરો પણ ત્રસ્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!