ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી સૌ પ્રથમ બેલેટ પેપરનું મતગણતરીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં મહાનગરપાલિકામાં 192 સીટોમાંથી ભાજપને 161 સીટો પર જીત મળી છે. સત્તા મેળવવા માટે 97 સીટોની બહુમતિની જરૂરિયાત સામે ભાજપ પર લોકોએ વિશ્વાસ મુકતાં અમદાવાદમાં 161 સીટો પર ભાજપનો વિજય થયો છે. ભાજપે સત્તાનું પુનરાવર્તન કર્યું છે. થલતેજના નિરુબેન ડાભી તેમના હરિફને 26505 વોટથી હરાવ્યા છે. તો સમીર પટીલે તેમના હરિફને 25151 વોટથી હરાવ્યા છે. થલતેજના ચારેય ભાજપના ઉમેદવારો 24 હજાર કરતાં વધુ વોટથી જીત હાંસલ કરી છે. કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે.

અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન
અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 119 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે.વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની આખી પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે.
દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 76 બેઠક પર અને 18 બેઠક પર કોંગ્રેસ આગળ છે.કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી.
બહેરામપુરામાં AIMIMની હાર
અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ હારનો સામનો કરવો પડ્યો છે. જણાવી દઇએ કે પહેલીવાર AIMIM ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી લડી રહી છે. સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ, સરદારનગર,બાપુનગર અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે.

5 વોર્ડમાં ભાજપની જીત
ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાથે જ ભાજપે થલતેજમાં પણ જીત હાંસલ કરી છે. જોધપુર વોર્ડમાં અને નવરંગપુરામાં પણ ભાજપ જીતી છે. જીત સાથે જ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપનો વિજય થયો.AIMIM અમદાવાદના બે વોર્ડમાં આગળ છે. કોંગ્રેસની અને AIMIMના ઉમેદવાર અમદાવાદની એક સીટ પર હરિફાઇ ચાલુ છે. આમ આદમી પાર્ટી ગુજરાતના 8 વોર્ડમાં આગળ છે.શરૂઆતમાં ભાજપ 62 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે પહોંચી ગયા છે.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર
દાણીલીમડામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. મતગણતરીમાં શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM આગળ ચાલી રહી છે. શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, જ્યારે દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે.

બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને એક પર AIMIM આગળ
શરૂઆતના ટ્રેન્ડમાં અમદાવાદની બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને એક પર AIMIM આગળ ચાલી રહી છે.મતગણતરીમાં શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM આગળ, ભાજપ 36 અને કોંગ્રેસ 4માં આગળ છે. શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, દાણીલીમડા, ગોતા, દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ , બાપુનગર, વસ્ત્રાલ, નિકોલ, ખોખરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. શરૂઆતમાં ભાજપ 46 બેઠક પર અને 6 બેઠક પર કોંગ્રેસ આગળ છે.
ભાજપ 25 બેઠક પર અને 3 બેઠક પર કોંગ્રેસ આગળ
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસ જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. શરૂઆતમાં ભાજપ 25 બેઠક પર અને 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે.
Ahmedabad: Votes polled during Gujarat local body elections to be counted from 9 am today pic.twitter.com/F6JPsnhVWL
— ANI (@ANI) February 23, 2021
બેલેટ પેપરની મતગણતરીમાં 33 બેઠકોમાં ભાજપ આગળ, જ્યારે બીજી તરફ 10 બેઠકમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં નવાવાડજ વિસ્તારમાં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતરી થવાની છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે Evmમાં ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાનીચૂંટણીની મતગણતરી ચાલું થઈ ગઈ છે.. ગત ચૂંટણી કરતાં આ વખતે તમામ મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન ઓછુ નોંધાયુ છે . ચૂંટણીમાં મતદારો કોને આર્શિવાદ આપી મહાનગરપાલિકાના સત્તાના સુકાન સોપશે અને કોને જાકારો મળશે તે ચૂંટણી પરિણામ પછી જ ખબર પડશે. અત્યારે ભાજપે છ મહાનગરપાલિકામાં ફરી એકવાર કેસરિયો લહેરાશે તેવો દાવો કર્યો છે પણ રાજકીય વિશ્લેષ્કોનુ અનુમાન છેકે, ભાજપ સત્તા ટકાવી રાખશે પણ બેઠકોમાં ઘટાડો થઇ શકે છે.
- અમદાવાદના 24-24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે
- 2005માં સૌથી ઓછું 30.39 ટકા, 2010માં 44.12 ટકા અને 2015માં 46.51 ટકા મતદાન નોંધાયું હતું
- ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ
કોર્પોરેશન | કેટલા વોર્ડ | બેઠક | કેટલા ઉમેદવારો | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ |
અમદાવાદ | 48 | 192 | 773 | 191 | 188 | 156 | 87 |
સુરત | 30 | 120 | 484 | 120 | 117 | 113 | 58 |
વડોદરા | 19 | 76 | 279 | 76 | 76 | 41 | 30 |
જામનગર | 16 | 64 | 236 | 64 | 62 | 48 | 27 |
રાજકોટ | 18 | 72 | 293 | 72 | 70 | 72 | 20 |
ભાવનગર | 13 | 52 | 211 | 52 | 51 | 39 | 4 |
કુલ | 144 | 576 | 2276 | 575 | 564 | 419 | 226 |
અમદાવાદમાં બે સ્થળોએ મતગણતરી
ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ, ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ
એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર
કોલેજ પાસે જઈને સૂત્રો પોકારીને હોબાળો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા કેટલાક રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે તેમણે કોલેજ ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનો વિશ્વાસ સંપાદન કરતા મામલો થાળે પડ્યો હતો.
વોર્ડ | મતદાન |
ગોતા | 43.06% |
ચાંદલોડિયા | 34.72% |
ચાંદખેડા | 39.42% |
સાબરમતી | 39.02% |
રાણીપ | 40.25% |
નવા વાડજ | 39.26% |
ઘાટલોડિયા | 41.08% |
થલતેજ | 38.14% |
નારણપુરા | 35.34% |
સ્ટેડિયમ | 38.84% |
સરદારનગર | 39.71% |
નરોડા | 37.46% |
સૈજપુર બોઘા | 43.65% |
કુબેરનગરૢ | 45.99% |
અસારવા | 49.48% |
શાહીબાગ | 47.29% |
શાહપુર | 43.11% |
નવરંગપુરા | 29.30% |
બોડકદેવ | 32.28% |
જોધપુર | 34.52% |
દરિયાપુર | 48.55% |
ઈન્ડિયાકોલોની | 45.33% |
ઠક્કરબાપાનગર | 38.97% |
નિકોલ | 43.33% |
વિરાટનગર | 47.94% |
બાપુનગર | 48.70% |
સરસપુર-રખિયાલ | 48.35% |
ખાડિયા | 47.87% |
જમાલપુર | 41.83% |
પાલડી | 36.86% |
વાસણા | 40.74% |
વેજલપુર | 41.96% |
સરખેજ | 40.89% |
મકતમપુરા | 46.25% |
બહેરામપુરા | 45.44% |
દાણીલીમડા | 45.57% |
મણિનગર | 40.02% |
ગોમતીપુર | 51.26% |
અમરાઈવાડી | 45.70% |
ઓઢવ | 48.77% |
વસ્ત્રાલ | 46.25% |
ઈન્દ્રપુરી | 43.75% |
ભાઈપુરા-હાટકેશ્વર | 42.90% |
ખોખરા | 3.28% |
ઈસનપુર | 41.98% |
લાંભા | 51.35% |
વટવા | 40.57% |
રામોલ-હાથીજણ | 46.47% |
ઔવેસી કોંગ્રેસની જીતમાં કેટલાં અવરોધરૂપ બન્યાં તે પરિણામ બાદ જ ખબર પડશે. આ જ પ્રમાણે,આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં પૂરા જોશ સાથે ઝુકાવ્યુ છે ત્યારે એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છેકે, છ મનપામાં આપ પણ ખાતુ ખોલાવી શકે છે. સુરત સહિતના શહેરોમાં આપનો પ્રચાર પ્રભાવી રહ્યો છે તે જોતાં આપ માટે સારા સમાચાર આવી શકે છે. અત્યારે તો એવુ રાજકીય અનુમાન છેકે, અમદાવાદ સહિતના બધાય શહેરોમાં ભાજપ-કોંગ્રેસની પેનલો તૂટી શકે છે.ટિકિટોના મુદ્દે અસંતોષ વકર્યો છે જેના કારણે પક્ષ નહી,ઉમેદવાર જોઇને મતદાન થયુ છે તે જોતાં પેનલો તૂટવાની સંભાવના છે.
કેટલાંય વોર્ડમાં આછી પાતળી સરસાઇથી હારજીત થવાના એંધાણ છે. પરિણામના એક દિવસ અગાઉ રાજકીય પક્ષોએ વોર્ડ વાઇઝ મતદાન આધારે હારજીતની ગણતરી માંડી છે. ભાજપ-કોંગ્રેસને ફાળે કેટલી બેઠકો જશે,કયા વોર્ડમાં કયા પક્ષનો ઉમેદવાર જીતશે તે અંગે શરતો પણ લાગી છે. આ જોતાં વિપરીત પરિણામ આવે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.
- BIG NEWS: અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે ઈન્કમટેક્ષ વિભાગના પડ્યા દરોડા
- ગુજરાત બજેટ 2021-22 : વન બંધુ કલ્યાણ યોજના ફરી ફરી અમલમાં મુકવા નીતિન પટેલની જાહેરાત, પીએમ મોદીએ કરી હતી શરૂઆત
- બજેટ 2021-22 / આ બજેટમાં રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયુ પ્રાદ્યાન્ય, PM માતૃવંદના યોજના માટે કરાઈ 66 કરોડની જોગવાઇ
- યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત
- કોરોના કાળમાં સરકારનું ફોકસ આરોગ્ય પર વધુ, બજેટમાં ફાળવ્યા 11 હજાર કરોડ