GSTV

અમદાવાદમાં કોરોનાનો ભરડો, છેલ્લા 24 કલાકના 182 પોઝિટિવ દર્દીનું લિસ્ટ, જાણો માત્ર એક ક્લિક

કોરોના

Last Updated on April 26, 2020 by Ankita Trada

અમદાવાદમાં શનિવારે કોરોના પોઝીટીવ કેસોનો આંકડો 2000ને પાર પહોંચી ગયો છે. શનિવારનાં દિવસે જ શહેરમાં 182 પોઝીટીવ કેસ નોંધાયા હતા. શહેરમાં સરેરાશ દર 8 મિનિટે એક પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. અને સરેરાશ દર કલાકે સાતથી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શનિવારે SVP અને એલ.જી. હોસ્પિટલનાં કુલ 3 તબીબોનાં રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હતા.અમદાવાદમાં અત્યાર સુધીમાં 86 લોકોનાં મોત થયા છે. જ્યારે 115 લોકોને સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી છે. શનિવારે અમદાવાદમાં વધારે 18 સુપર પ્રેડર્સનાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. નવા 18 દર્દીઓમાંથી 16 દર્દીઓ શાકભાજીનું વેચાણ કરે છે.

અમદાવાદમાં આંકડો 2000ને પાર

જયારે આણંદમાં એક,સુરતમાં એક અને વડોદરામાં એક દર્દીનુ મોત થયું હતું. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે પણ રાજ્ય આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, ૬૦ વર્ષથી વધુ વય અને કોઇ એક ગંભીર બિમારી હોય તેવા દર્દીઓના મૃત્યુનુ પ્રમાણ વધુ છે.હાલમાં કુલ ૩૦ એવા દર્દીઓ છેકે,જેઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાં છે.અન્ય ૨૬૧૬ દર્દીઓની તબીયત સ્થિર છે. બીજી તરફ, આજે વધુ ૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૨૮૨ લોકો કોરોના સામેનો જંગ જીતીને સ્વસ્થ થયા છે.

READ ALSO

Related posts

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!