GSTV

આવતી કાલે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા, રથયાત્રાને લઇને ભક્તોમાં મોટી આશ

Last Updated on June 23, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતી કાલે શહેરમાં જળયાત્રા નીકળવાની છે. કોરોનાની મહામારીના કારણે આ વખતે 108 કળશની જગ્યાએ માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. કોઈ પણ ભજન મંડળી પણ જળયાત્રામાં સામેલ નહીં થઈ શકે.

nitin-patel

નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા સામેલ થશે

જળયાત્રામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સામેલ થશે. જળયાત્રામાં એક ગજરાજ પણ સામેલ થશે. આ ઉપરાંત મંદિરના ગાદી પતિ, ટ્રસ્ટી અને સેવકો હાજર રહેશે. આ પહેલા જળયાત્રાને લઈને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જળયાત્રાના આયોજન માટે જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાવામાં આવી હતી. જેમા જળયાત્રાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

માત્ર ગણતરીના લોકોની હાજરીમાં જળયાત્રાનું આયોજન

અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીએ જળયાત્રાની પરંપરા પર કોરોનાનું ગ્રહણ લગાવ્યું છે. માત્ર ગણતરીના લોકોની હાજરીમાં જળયાત્રાનું આયોજન થવાનું છે. જળયાત્રા સાથે ભગવાનનો ગજવેશ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે, જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો ગજવેશ ધારણ કરાવાતો હોય છે જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખુંય વર્ષ રાહ જોતા હોય છે. ભગવાન જગન્નાથજીની ગજવેશની આ પરંપરા સદીઓ જૂની છે અને તેની સાથે અનોખી આસ્થા જોડાયેલી છે. શ્રદ્ધાળુઓ ભગવાનના ગજવેજના દર્શન કરીને ભાવાતુર બની જતા હોય છે.

સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો અભિષેક

જળયાત્રા એટલે રથયાત્રાનો પ્રારંભ. દર વર્ષે જળયાત્રા પરથી જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ જતી હોય છે. પરંતુ આ વર્ષે સાદગીપૂર્વક જળયાત્રા યોજાવા જઇ રહી છે. સાબરમતીના જળથી ભગવાન જગન્નાથનો અભિષેક યોજાશે. જેમાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ જોડાશે. જળયાત્રામાં ભગવાનનું પૂજન, ષોડશોપચાર સહિતના તમામ વિધી વિધાન શાસ્ત્રોકત વિધી મુજબ જ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!