GSTV
Ahmedabad Trending ગુજરાત

માનના પડેગા / અમદાવાદની 10 વર્ષની આ બાળકીએ એક સાથે ત્રણ-ત્રણ રોગોને માત આપી, કોરોના સહિત હતી આ બીમારીઓ

કોરોના અને મ્યુકોરમાઇકોસિસ જેવા ભયાનક રોગનું નામ સાંભળીને જ આજ કાલ લોકો ભયથી થથરી ઉઠે છે. ત્યારે અમદાવાદની 10 વર્ષીય બાળકીએ મજબૂત મનોબળ થકી કોરોના, ફંગલ ઇન્ફેક્શન અને MIS-C એમ ત્રણ-ત્રણ ગંભીર રોગોને એકસાથે માત આપી છે.

શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી 10 વર્ષની કિર્તી કોઠારી વેકેશન માણવા રાજસ્થાનના અજમેર સ્થિત દાદાના ઘરે ગઇ હતી. આ દરમ્યાન તેને એકાએક હાઇગ્રેડ તાવ આવ્યો તેમજ આંખ પર સોજો ચઢ્યો. આથી તેને અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરી આંખ પાસેનું ઇન્ફેક્શન દૂર કરવામાં આવ્યું. તેમ છતાં સંતોષકારક પરિણામ ન મળતા આખરે કિર્તીના માતા-પિતાએ તેને સિવિલમાં દાખલ કરી.

વિવિધ રિપોર્ટ બાદ કિર્તીને એમઆઇએસ-સી તેમજ ફંગલ ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું. જો કે, રોગની ગંભીરતા અને કિર્તીની તકલીફો જોતા તેને એન્ટી ફંગ ઇન્ફેક્શન આપવામાં આવ્યાં અને આખરે 12 દિવસની સઘન સારવાર બાદ કિર્તી ત્રણ ગંભીર રોગને હરાવી સંપૂર્ણપણે સ્વસ્થ થઇને ઘરે પરત ફરી છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 298 કેસ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો ધીરે-ધીરે અંત આવી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના કેસો ઘટી રહ્યાં છે અને રિકવરી રેટ પણ હવે 97.78 ટકાએ પહોંચી ગયો છે. ત્યારે આજ રોજ રાજ્યમાં કોરોનાનાં નવા 298 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે 5 દર્દીઓના મોત નીપજ્યા છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 935 દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે.

કોરોના

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,012 નાગરિકોને કોરોના ભરખી ગયો છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,03,122 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં કુલ 8242 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 209 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel

હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો

Damini Patel
GSTV