GSTV
Home » News » રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ મામલે અહેમદ પટેલ ફરી એક વખત હાઇકોર્ટ સમક્ષ હાજર થયા હતા. હાઇકોર્ટ દ્વારા અહેમદ પટેલની સતત ત્રીજા દિવસે જુબાની લેવામાં આવી હતી. બળવંતસિંહ રાજપૂતના વકીલ સત્યપાલ જૈન દ્વારા અહેમદ પટેલની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરૂના રિસોર્ટમાં રાખવા મુદ્દે અહેમદ પટેલની જુબાની લેવામાં આવી હતી. જો કે કોર્ટની કાર્યવાહી દરમ્યાન અહેમદ પટેલે સતત મને ખબર નથી, મને યાદ નથી, મારા ધ્યાનમાં નથી, જેવા જવાબો આપતા કોર્ટે અહેમદ પટેલને તીખી ટકોર કરી હતી. કોર્ટે જણાવ્યું કે દરેક જવાબોમાં તમે યાદ નથી કહી રહ્યા છો તેમ ન ચાલે. સાથે જ કોર્ટે અહેમદ પટેલને વિચારીને યોગ્ય જવાબ આપવા વોર્નિંગ આપી હતી.

હાઇકોર્ટમાં બંને પક્ષો વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વકીલે અહેમદ પટેલને જણાવ્યું કે તમારી પાસે એક જ ફોન નંબર હોવાનું તમે અગાઉ જણાવ્યું હતું. પરંતુ રાજ્યસભાની વેબસાઇટ ચેક કરતા બે નંબર મળ્યા છે. જેના જવાબમાં અહેમદ પટેલે કહ્યું કે મારી પાસે એક જ નંબર છે અને એ નંબર મેં કોર્ટમાં આપેલ છે. વકીલે તેમને પૂછ્યું કે ચૂંટણી પહેલા તમે ક્યા નંબર પરથી વાત કરતા હતા. અહેમદ પટેલે જણાવ્યું કે મેં કોર્ટમાં જે નંબર આપ્યો છે તે નંબર પરથી જ હું ફોનમાં વાત કરતો હતો.

વકીલે તેમને પૂછ્યું કે 25 તારીખની મિટીંગમાં મધુસૂદન મિસ્ત્રી અને જયંત બોસ્કી હતા કે નહી. અહેમદ પટેલે કહ્યું કે મધુસૂદન મિસ્ત્રી હાજર હતા. પરંતુ જયંત બોસ્કી અંગે ખ્યાલ નથી. વકીલે તેમને પૂછ્યું કે શું તમે ક્યારેય તમારો બીજો ફોન નંબર વાપર્યો છે. અહેમદ પટેલે સ્વીકાર્યું કે બીજો નંબર બહુ પહેલા વાપર્યો હતો. પરંતુ તેનો ઉપયોગ બહુ ઓછો કર્યો હતો.

બળવંતસિંહ રાજપૂતના વકીલ અને અહેમદ પટેલ વચ્ચેની દલીલ

વકીલઃ તમારી પાસે બે ફોન નંબર હોવાનું જાણવા મળ્યું છે
અહેમદ પટેલઃ મારી પાસે એક જ નંબર છે જે મેં કોર્ટમાં આપેલ છે

વકીલ: ચૂંટણી પહેલા તમે ક્યા નંબર પરથી વાત કરતા હતા ?
અહેમદ પટેલઃ મેં કોર્ટમાં જે નંબર આપ્યો છે તેના પરથી જ વાત કરતો હતો

વકીલ: ૨૫ તારીખની મિટીંગમાં મધુસૂદન મિસ્ત્રી, જયંત બોસ્કી હાજર હતા ?
અહેમદ પટેલઃ હા, અન્ય નેતાઓ પણ હાજર હતા. એ ફોર્મલ મિટીંગ હતી.

વકીલ : શું તમે ક્યારેય તમારો બીજા ફોન નંબર વાપર્યો છે ?
અહેમદ પટેલ : બીજા નંબર બહુ પહેલા વાપર્યો હતો પરંતુ તેનો ઉપયોગ બહુ ઓછો હતો

વકીલ : બળવંતસિંહની પિટીશન અંગે તમને કોણે જણાવ્યું ?
અહેમદ પટેલ : મને વકીલ મારફતે જાણ થઇ હતી

વકીલ : શું તમને ખ્યાલ છે કે તમારી સહી વગર પિટીશન ન થાય ?
અહેમદ પટેલ : મને ખ્યાલ નથી

વકીલ : તમે પિટીશન વાંચી છે ?
અહેમદ પટેલ : મને યાદ નથી

વકીલ : રિકનીમિઝેશન પિટીશન તમારી સહી દ્વારા કરાઇ છે કે નહીં ?
અહેમદ પટેલ : હા, સહી કરવામાં આવી છે

વકીલ : તમે બધી જગ્યાએ વાંચ્યા વગર સહી કરી દીધી છે ?
અહેમદ પટેલ : મેં વાંચીને સહી કરી હશે, પણ જે ભૂલ હશે એ સ્ટેમ્પની હશે

READ ALSO

Related posts

વર્લ્ડ કપની હાર બાદ શાસ્ત્રીનું સ્થાન જોખમમાં BCCIએ નવા કોચની તલાશ શરૂ કરી

Mayur

ભારતની સૌથી મોટી એરલાઈન્સ કંપનીનો દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે, છતાં રાકેશ ગંગવાલે કહ્યું…

Dharika Jansari

વિન્ડિઝ પ્રવાસ માટે 19મીએ ટીમની પસંદગી: ધોનીની નિવૃત્તિની અટકળો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!