GSTV

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન,પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.આ પછી તેમની સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કર્યું હતું કે તેના પિતા અહેમદ પટેલનું આજે સવારે 3.30. કલાકે અવસાન થયું છે.

કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા એક માસથી કોરોનાથી સંક્રમિત થયા બાદ ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અહેમદ પટેલના નિધન અંગેની જાણકારી તેમના પુત્ર ફૈઝલે ટ્વિટ કરીને આપી.. તેમણે રાત્રે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મલ્ટી ઓર્ગન ફેલીયોરના શિકાર થયા હતા

જ્યાં સારવાર દરમ્યાન તેમના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કર્યુ હતુ. તેઓ મલ્ટી ઓર્ગન ફેલીયોરના શિકાર થયા હતા.  ફૈઝલ પટલે ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, તમામ લોકોએ કોરોનાની ગાઈડલાઈનું પાલન કરવું જાઈએ અને ભીડવાળી જગ્યાએ ન જવુ જોઈએ.. આ સાથે તેમણે ટ્વિટર પર ભાવુક પોસ્ટ પણ કરી હતી.

નોંધનીય છે કે અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે અહેમદ પટેલ જીના નિધનથી દુ:ખ થયું છે. તેમણે જાહેર જીવનમાં વર્ષો પસાર કર્યા, સમાજની સેવા કરી. તેઓ શાર્પ મન માટે જાણીતા, કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. અહેમદભાઇના આત્માને શાંતિ મળે.

અહેમદ પટેલ  ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી રહ્યા..  તેઓ સોનિયા ગાંધીના સલાહકાર પણ રહ્યા.. ત્યારે અહેમત પટેલના નિધનના કારણે કોંગ્રેસમાં શોકની લાગણી જોવા મળી છે.

READ ALSO

Related posts

ટ્રેક્ટર રેલી બાદ વણસેલી સ્થિતિને લઈને ખેડૂતોની વહારે આવ્યા દિલ્હી સીએમ, પોલીસ લગાવી રહી છે ખોટા આરોપ: કેજરીવાલ

Pritesh Mehta

મમતાએ કહ્યું-‘ખેડૂતોને ખાલિસ્તાની-દેશદ્રોહી જાહેર કરવાનું ષડયંત્ર’, વડાપ્રધાન મોદીના રાજીનામાની કરી માંગ

Ali Asgar Devjani

CBSE વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: અત્યારથી જ તૈયારીમાં લાગી જાવ, આ તારીખે જાહેર થશે બોર્ડ પરીક્ષાની તારીખો

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!