કોગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પીરામણ ગામના વતની તથા રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયુ છે. સંક્રમણની ચપેટમાં આવ્યા બાદ દિવસેને દિવસે તેમની તબિયત ખરાબ થતાં તેમનું નિધન થયું છે, જે બાદ સમગ્ર દેશમાં રાજકીય નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલની અંતિમ ઈચ્છાને ધ્યાને રાખીને તેમના માત-પિતાની કબ્રની બાજૂમાં જ તેમને દફનાવામાં આવશે. આજે સાંજના સમયે તેમનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવશે, ત્યાર બાદ આવતી કાલે 9.00 કલાકે તેમની અંતિમ વિધિ થશે.
કોંગ્રેસ નેતા આહમદ પટેલના પાર્થિવ દેહને લઈને આવતું ખાસ વિમાન દ્વારા સાંજે ૭ વાગ્યે દિલ્હીથી ઉપડીને વડોદરા પહોંચશે. ત્યાંથી એ વતન પીરામણ પહોંચશે. આવતીકાલે સવારે ૯ વાગ્યે પછી અંતિમવીધી માટે લઈ જવાશે. અહેમદભાઈના પરિવારજનોએ ખાસ વિનંતી કરી છે તમામ લોકો કોવીડની ગાઈડલાઈનનું પાલન કરે અને કોઈપણ વ્યકિત ત્યાં રૂબરૂ ન આવે જે જ્યાં છે ત્યાં જ રહી પોતાની શ્રધ્ધાંજલી આપી એમના માટે પ્રાર્થના કરે.

કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનથી રાજનેતાઓ શોકમાં ગરકાવ થયા છે, સાથે સાથે તેમના વતન પીરામણમાં શોકની લહેર જોવા મળી હતી. નોંધનીય છે કે ગામના લોકો તેમના ઘરની બહાર ઉમટી પડ્યા હતા. તેમના પાર્થિવ દેહને પીરામણ લાવવામાં આવશે. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમની અંતિમ વિધિ તેમના વતનમાં કરવામાં આવે. અહેમદ પટેલનો પાર્થીવ દેહ સાંજે 6 કલાક સુધીમાં વતન પહોંચશે. જ્યારે દિગ્ગજ નેતાની અંતિમ ક્રિયામાં હાજર રહેશે.
અહેમદ પટેલની રાજકીય સફર
1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા
1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા
1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા
1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા
1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા
1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા
1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન
1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા
2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા
2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત