કોંગ્રેસમાં કકળાટ : રાહુલ ગાંધીએ દિલ્હીથી આ 2 કદાવર નેતાઓને દોડાવ્યા

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ સામે પરાજય થયા બાદ ગુજરાત કોંગ્રેસમાં ધમસાણ મચી છે તાજેતરમાં જ કોંગ્રેસના 10 થી 12 સિનિયર નેતાઓએ એક મીટિંગ કરી હતી કહેવાય છે કે આ મિટિંગમાં તેઓએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની નીતિરીતીની ભારે આલોચના કરી હતી જેમાં દરેક નેતા એ પોતાનો બળાપો ઠાલવ્યો હતો આ બધાની મીટીંગ નો એક સૂર એવો હતો કે અમિત ચાવડા અને પરેશ ધાનાણી આવ્યા બાદ સિનિયર નેતાઓની ભારે અવગણના કરવામાં આવે છે.

આ સંદર્ભમાં વાતચીત કરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો

આ સમયમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ રજૂઆત કરવી ગત વિધાનસભાની ચૂંટણીથી શરૂ થયેલો વિવાદ હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે બીજી બાજુ આગામી મહિનાઓમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે આથી કોંગ્રેસની સ્થિતિ વધુ કફોડી ન થાય તે માટે હાઇ કમાન્ડ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરાયું છે જેના ભાગરૂપે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના શક્તિશાળી ગણાતા અહેમદ પટેલ અને ગુજરાત પ્રદેશના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં આવ્યા છે.

તેઓએ આજે અમિત ચાવડા સાથે આ સંદર્ભમાં વાતચીત કરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો છે શા માટે સિનિયર નેતાઓ ની અવગણના કરવામાં આવે છે તેમને વિશ્વાસમાં લેવાતા નથી શું સમસ્યા આવી રહી છે વગેરે સહિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી.
જોકે મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં કોઈ જ અસંતોષ કે આંતરિક જુથબંધી નથી.

અર્જુનભાઈ બધું બરોબર છે ને

કોંગ્રેસના નેતાઓ ની મીટીંગ થાય એ બાબત ખૂબ જ સ્વાભાવિક છે ભાજપના મંત્રીઓ પણ કરતા હોય છે અને કોઈ અવગણના કરાતી નથી. આ દરમિયાન તેમની નજીક ઉભેલા અર્જૂન મોઢવાડિયા તરફ જોઈને અહેમદ ભાઈ એ હળવી કોમેન્ટ કરતા શું હતું કે અર્જુનભાઈ બધું બરોબર છે ને તેમની આવી કોમેન્ટ ને પણ કોંગ્રેસના આજ ઘણા લોકો જુદી રીતે જોઈને વિવિધ પ્રકારના અર્થઘટનો કરી રહ્યા છે જ્યારે સૂત્રો કહે છે કે બંને કે નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં ચાલતા વિખવાદનો અંત લાવવા માટે પોતાની તમામ તાકાત લગાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter