GSTV

ટ્રમ્પની મહેમાનગતિ માટે અમદાવાદમાં તાડામાર તૈયારીઓ : ભવ્યાતિભવ્ય આયોજન સાથે રંગારંગ કાર્યક્રમમાં લોકો બોલશે ‘કેમ છો ?’

અમેરિકાના પ્રમુખ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જે રીતે નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે જ રીતે હવે ગુજરાતમાં ટ્રમ્પની મહેમાનગતિ માટે અમદાવાદ તૈયાર થઈ ચૂક્યું છે. આ પહેલા જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચીનના વડાપ્રધાન શિ જીનપિંગ પણ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે, પણ તેમના માટે આવું દુર્લભ આયોજન કરવામાં નહોતું આવ્યું. જ્યારે અમેરિકન પ્રેસિડન્ટની ભારત મુલાકાત દરમિયાન સમગ્ર અમદાવાદ ‘કેમ છો’ના રંગે રંગાય જશે.

60 હજારથી વધુ લોકો કરશે કેમ છો ?

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ભાવભર્યું સ્વાગત કરવા માટે લગભગ 60 હજાર જેટલા લોકોની સામે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ હાથમાં હાથ પરોવી કેમ છો કહેશે. એક અંદાજ મુજબ આ કાર્યક્રમ પાછળ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાનો મોટાભાગનો ખર્ચ ગુજરાતની સરકાર ઉઠાવશે તેવી પણ ચર્ચા થઈ રહી છે. આ સિવાય ભારત અને અમેરિકાના સંબંધો વિશેની એક સ્પેશિયલ સંગીત થીમનું પણ સર્જન કરવામાં આવ્યું છે. જેને સાંભળી ટ્રમ્પ મંત્રમુગ્ધ થઈ જાય.

તમામ વ્યવસ્થાની કરાય ચકાસણી

શુક્રવારે ગુજરાત સરકારના અગ્રસચીવે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈ તમામ વ્યવસ્થા અંગે ઉડતી નજર નાખી હતી. જેમાં તેમની સાથે મ્યુનિસીપલ કમિશ્નર વિજય નહેરા પણ હાજર રહ્યા હતા. આ સિવાય 150થી વધારે પોલીસના કાફલા સાથે પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ પણ સ્ટેડિયમની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. જેથી વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય.

ભારત અને અમેરિકાના સંબંધોની જોવા મળશે ઝાંખી

આ પ્રોગ્રામ અંગે એવી વાતો થઈ રહી છે કે અદ્દલ હાઉડી મોદી કાર્યક્રમના તર્જ પર સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગીતથી લઈ નૃત્ય સુધીના વિશેષ કાર્યક્રમો હશે. જેમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની ઝાંખી કરતું સંગીત પણ અમેરિકન પ્રેસિડન્ટની સમક્ષ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતના ઈતિહાસને ગૌરવવંતુ બનાવનારા મહાનુભવોની પણ ઝાંખી કરવામાં આવશે, જેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કેમ છો કાર્યક્રમમાં અદકેરૂ આકર્ષણ બનશે.

કોણ કોણ બનશે મુખ્ય મહેમાન ?

આ કાર્યક્રમમાં ભારતની ખૂબ મોટી હસ્તીઓ હાજર રહે તેવી વકી છે. જેમાં ઉદ્યોગપતિઓથી લઈને રાજકીય આગેવાનોની ભારે ભીડ જોવા મળી શકે છે. ભારતીય કોર્પોરેટ જગતના મંધાતાઓ અને રાજકીય જગત સાથે, સામાજીક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભવો કેમ છો કાર્યક્રમને વધારે ગૌરવવંતુ બનાવશે. ગુજરાતની મુલાકાત પહેલા મોદી અને ટ્રમ્પ દિલ્હીની મુલાકાત લેવાના છે. જ્યાં અમેરિકન પ્રેસિડન્ટ તમામ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ પૂર્વસંધ્યાએ દિલ્હીથી આવી શકે છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે.

શા માટે અમદાવાદની કરાઈ પસંદગી ?

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં CAAને લઈ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. જેના કારણે સરકાર વિરોધના વંટોળમાં ફસાયેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિરોધમાંથી બચવા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. અમદાવામાં CAA મુદ્દે હાલ વાતાવરણ પણ સાફ છે. ઉપરથી મોટેરા સ્ટેડિયમની ઉજવણી પણ ટ્રમ્પના હાથે જ થશે. કારણ કે મોટેરા દોઢ લાખ જનતાને સમાવી શકે તેવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ અને ભારતના વડાપ્રધાન મોદી આ સ્ટેડિયમની ઉજવણી કરી એક ઈતિહાસ રચશે. જેનું સમગ્ર ગુજરાત સાક્ષી બનવાનું છે.

READ ALSO

Related posts

નોકરીઓ નથી અને બેરોજગારો વધારશે મોદી સરકાર, આ કંપનીઓને કર્મચારીઓને કાઢવાની મળી ગઈ છૂટછાટ

Karan

કેવડિયા: પ્રોબેશનર્સ આઇએએસ અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, સિવિલ સેવાના નવા અધિકારીઓને આપ્યો આ ખાસ સંદેશ

Bansari

ખાનગી ટ્રેન : એક હજાર કરોડ રૂપિયા સરકાર ડિપોઝિટ પેટે વસૂલ કરશે, 151 ટ્રેન દોડશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!