GSTV
Home » News » ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાની સાથે શહેરમાં રસ્તાઓ ધોવાય છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં પાણીની લાઈનનું કામ ચાલતુ હોવાના કારણે રસ્તા પર મસમોટા ખા઼ડા પડ્યા છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલુ કામ હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યુ નથી. જેથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

ગોકળગાયની ગતિએ ચાલતા કામના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ચાર મહિના પહેલા પાણીની નવી લાઈન નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. તેના માટે ગોમતીપુરમાં હાથીખાઈ પાસેનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. જે કામ આજ સુધી પૂરું થયું નથી. તો બીજી બાજુ બીઆરટીએસ રોડ પણ ધોવાઇ ગયો છે. અને રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે.

એક બાજુનો માર્ગ બંધ થઈ જતા બધો ટ્રાફિક બીઆરટીએસ રૂટમાં ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. જેને લઈને ટ્રાફિક જામ અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. રોડ રીસરફેસના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

ઓછુ ભણેલા પણ મેળવી શકે છે હેવી લાઈસન્સ પરંતુ ગુજરાત સરકારની ઢીલી નીતિના કારણે મામલો લટક્યો

Kaushik Bavishi

જો તમે સેલ્ફી લેવાના શોખીન છો તો વાંચી લો આ ન્યૂઝ, હંમેશ માટે બંધ કરી દેશો

Kaushik Bavishi

ઉકાઈ ડેમની જળ સપાટી 343.10 ફૂટે પહોંચી, ભયજનક જળ સપાટીથી માત્ર 2 ફૂટ દૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!