GSTV
Gujarat Government Advertisement

રિડેલવોપમેન્ટ કાયદો : અમદાવાદને થશે સૌથી મોટો ફાયદો, 800 સોસાયટીઓ તૈયાર

Last Updated on December 28, 2019 by Mayur

સોસાયટી પુનઃનિર્માણ અંગેના કાયદા ઓનરશીપ ફ્લેટ એક્ટમાં સુધારા બાદ ગુજરાતમાં રૂપાણી સરકારે નિયમોની જોગવાઈઓ જારી કરી છે. નિયમ અનુસાર, રિડેવલપમેન્ટ કરવા માંગતી સોસાયટીના સભ્યોએ ડેવલપરને તમામ સત્તાઓ સોંપીને નવા બનનારા ફ્લેટમાંથી બાકીના એકમોના વેચાણ અને હક્કનાં પરિવર્તન અંગેના પાવર્સ આપવાનાં રહેશે. જે મુજબ, એગ્રીમેન્ટ પણ સોસાયટી અને ડેવલપર વચ્ચે કરવામાં આવશે. રીડેવલપમેન્ટ માટે એજન્સી નક્કી કર્યા બાદ તેની સાથે તમામ શરતો સાથેનો એગ્રીમેન્ટ કરવાનું ફરજિયાત છે.

GOFRને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ રિડેવલપમેન્ટ મોટે અમદાવાદની 800 જેટલી સોસાયટીઓએ અરજી કરી છે. શહેરી વિકાસ વિભાગે બહાર પાડેલા નિયમો અનુસાર સોસાયટીનું સંચાલક મંડળ અથવા એસોસિએશન સુઓ-મોટુ કે કુલ સભ્યોના ચોથા ભાગના સભ્યોની અરજી કર્યેથી રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા એક માસની અંદર ખાસ સાધારણ સભા બોલાવીને નક્કી કરી શકે છે. આ માટેનો એજન્ડા નક્કી કરી દરેક સભ્યને જાણ થાય તેમ કરવાનું રહેશે.

આ ઉપરાંત સંચાલક મંડળને પંચોતેર ટકા સભ્યોની મંજૂરી મળ્યા બાદ રીડેવલપમેન્ટ માટે આર્કિટેક્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની પસંદગી કરવાની રહેશે. આ પ્રક્રિયાના બે મહિનામાં કન્સલ્ટન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી ડેવલપર્સને ફ્લેટનાં રીડેવલપમેન્ટ માટે આમંત્રીત કરશે. ડેવલપર્સ પાસેથી મળેલી ઓફરને ધ્યાનમાં લઇ સંચાલક મંડળ ડેવલપરની પસંદગી કરશે અને તેની સાથે રીડેવલપમેન્ટ માટેના કરાર કરશે.

આ કરારમાં પ્રોજેક્ટ પુર્ણ કરવાનો સમય, સભાસદોને મળવાપાત્ર મકાન, કુલ એરિયા, કાર્પેટ એરિયા, બેંક ગેરેન્ટી, મકાન સાથે મળનારી સગવડ, વૈકલ્પિક આવાસ, નવી સોસાયટીનાં રજીસ્ટ્રેશન, કરારભંગના કિસ્સા અને શરતો અને દંડ સહિતની તમામ જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત એકવાર સંચાલક મંડળ પાસેથી મંજૂર કરાયેલા પ્લાનમાં ડેવલપર કોઇ ફેરફાર કરી નહી શકે. જોકે જે સભ્યોને રિ ડેવલપમેન્ટ મંજૂર ન હોય તેમને કેવી રીતે સમજાવવા કે હટાવવા તે અંગે આ નિયમોમાં કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. સ્થાનિક સત્તાતંત્રએ જે ઈમારતોને જર્જરિત, વસવાટ કરવા માટે જોખમી અથવા આસપાસના રહેવાસીઓ માટે નુકસાનકારક ઠેરવી હોય તેવી તમામ ઈમારતો આ કાયદા હેઠળ રિ-ડેવલપમેન્ટ માટે જઈ શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!