અમદાવાદના ચકચારી ગેગરેપમાં આરોપીઓને મળી ક્લિનચીટ, પોલીસે ભરી બી -સમરી

અમદાવાદના ચકચારી સેટેલાઇટ કથિત ગેંગ રેપ મામલે આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને યામીની નાયરને ક્લિનચીટ મળી ગઇ છે. આ ચકચારી ગેંગરેપ મામલે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચના તપાસનીશ અધિકારી ડીસીપી પન્ના મોમાયા દ્વારા મેટ્રો કોર્ટમાં બી- સમરી રિપોર્ટ રજૂ કરાયો છે. બી – સમરી રિપોર્ટમાં આરોપીને ક્લિન ચીટ અપાઇ છે. સાથે જ બી સમરી રિપોર્ટમાં ફરિયાદીના આક્ષેપ પોલીસ તપાસમાં સાબિત ન થયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેથી કોર્ટે ફરિયાદીને નોટીસ પાઠવી છે. જેમાં આગામી સમયમાં ફરિયાદી પોતાનો જવાબ હવે કોર્ટમાં રજૂ કરશે.

કંઇક અાવો હતો કેસ

મણિનગરમાં રહેતી યુવતીના ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ ફોટા મોકલીને બદનામ કરવાની ધમકી આપીને આરોપીઓ રૂ. ૫૦,૦૦૦ ની માંગણી કરતા હતા. વારંવાર મેસેજો કરીને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા યુવતી પૈસા આપવા તૈયાર થઈ હતી. જેમાં આરોપીના કહ્યા મુજબ જલધારા વોટરપાર્ક નજીક ગઈ હતી. જ્યાં યુવતીએ ફૂટપાથ પર રોકડા રૂ. ૩,૭૦૦ અને સોનાની વીંટી કાળા કલરની પ્લાસ્ટીકની છેલીમાં મુકી હતી અને દુર જઈને ઊભી રહીને પૈસા લેવા કોણ આવે છે તેની રાહ જોતી હતી. પરંતું કોઈ નજરે ન ચડતા તે ત્યાંથી ઘરે રવાના થઈ ગઈ હતી.

ત્રણ શખ્સો અગાઊ તેનું નહેરૂનગરથી અપહરણ કર્યુ હતું

આ ઘટનાના થોડા દિવસ બાદ ૨૬મીને મંગળવારે યુવતી કામથી મણીનગર ગઈ હતી ત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે મોઢા પર રૂમાલ બાંધેલા બે છોકરા અને મોઢા પર દુપટ્ટો બાંધેલી બે યુવતી અહી આવી હતી અને યુવતીને ધમકી આપી હતી. ત્યારબાદ યુવતી તેના ઘર નજીકથી પસાર થતી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો આવી હતી. જેમાંથી એક શખ્સે ઊતરીને યુવતી પર સ્પ્રે છાંટીને તેનો હાથ પકડીને જબરજસ્તી કારમાં બેસાડી દીધી હતી. બાદમાં યુવતીને વચ્ચેની સીટ પર સુવડાવી દીધી હતી કારમાં મંકી ટોપી પહેરેલા ત્રણ પૈકી એક શખ્સ કાર હંકારતો હતો. પાછલી સીટમાં બેઠેલા બે શખ્સોએ યુવતીના હાથપગ પકડી રાખીને તેનું ટોપ જબરજસ્તી ઊકારી દીધું હતું અને તેની છાતી અને શરીર પર હાથ ફેરવીને મોબાઈલથી વિડીયો ઊતારી લીધો હતો. અંદાજે ૧૫ મિનીટ સુધી કારમાં ફેરવ્યા બાદ કોન્ફી હોટેલ નજીક જયમાલા રોડ પર ઊકારીને આ શખ્સો ભાગી ગયા હતા. જતા જતા તેમણે આ બધુ તેં તારા મિત્રને કહી દીધું તેની સજા છે કહ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે આ ત્રણ શખ્સો અગાઊ તેનું નહેરૃનગરથી અપહરણ કર્યુ તે ચાર પૈકીના ત્રણ હતા.

યુવતીના ગુપ્તાંગમાં લાકડી નાંખી દીધી

આ સનસનાટીભર્યા બનાવની વિગત મુજબ મણીનગર વિસ્તારમાં રહેતી યુવતી ગયા માર્ચ મહિનામાં તેના ઘરેથી એક્સેસ સ્કૂટર લઈને રાત્રે ૮.૩૦ વાગ્યે નહેરૃનગર ગઈ હતી. નહેરૃનગરથી ઝાંસીની રાણીના પુતળા વચ્ચેના સર્વિસ રોડ પર સ્કુટર પાર્ક કરીને તે ઊભી હતી. તે સમયે એક કાળા કલરની સ્કોર્પિયો કાર તેની આગળ આવીને ઊભી રહી હતી. કારમાંથી મંકી કેપ પહેરેલા ચાર છોકરા નીચે ઊતર્યા હતા અને યુવતી પાસે પહોંચ્યા હતા. જોકે યુવતી કંઈ સમજે વિચારે તે પહેલા તેને કોઈ કેફી પદાર્થ સુંઘાડી દેવાતા તે અર્ધબેભાન થઈ ગઈ હતી. બાદમાં યુવતીને ખેંચીને કારમાં બેસાડી દેવામાં આવી હતી અને તેના શર્ટના બટન ખોલી નાંખ્યા હતા. યુવતીનું પેન્ટ અડધુ ઊતારી દઈને બે યુવકોએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. નિર્લજત્તાની હદ વટાવી ગયેલા નરાધમો આટેલથી અટક્યા ન હતા અને યુવતીના ગુપ્તાંગમાં લાકડી નાંખી દીધી હતી. તે વખતે અન્ય બે આરોપી યુવતીનો વિડીયો ઊતારી રહ્યા હતા. જેમાં બે યુવકો હિન્દી ભાષામાં યુવતીને ડરાવવાની છે એવી અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. જેમાં એક યુવક બીજાને વૃષભ નામથી બોલાવતો હતો.

બેભાન જેવી હાલતને કારણે યુવતી કારનો નંબર લઈ શકી ન હતી

એક યુવકે યુવતીના માથામાં લાકડી પણ ફટકારી દીધી હતી. આ શખ્સોએ યુવતીનું પર્સ પણ લૂંટી લીધું હતું.બાદમાં વિડીયા વાઈરલ કરવાની ધમકી આપીને યુવતીને જ્યાંથી અપહરણ કરી ગયા હતા ત્યાં બેભાન હાલતમાં ચાલુ કારમાંથી ફેકીને પલાયન થઈ ગયા હતા. બેભાન જેવી હાલતને કારણે યુવતી કારનો નંબર લઈ શકી ન હતી. ધમકીને કારણે યુવતીએ તેના માતાપિતા કે અન્ય કોઈને જાણ કરી ન હતી. ૨૬મીએ મંગળવારે મોડી રાત્રે યુવતી પર ગુજારવામાં આવેલ બળાત્કારની ઘટના સહન ન થતાં તેના ભાઈ બહેનને આ અંગે જાણ કરતા ૧૦૮ હેલ્પલાઈન પર ફોન કરતા તેને ઈસનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. 

અા કેસમાં ક્રાઈમબ્રાન્ચ સામે પણ અાક્ષેપો થયા હતા. અાખરે તપાસ ડીસીપી પન્ના મોમાયાને સોંપાઈ હતી. આ કેસમાં પોલીસે બી સમરી ભરી છે. હવે અા કેસમાં ફરિયાદી યુવતીનો પણ જવાબ લેવાય તેવી સંભાવના છે. અા કેસે અમદાવાદમાં ભારે ચકચાર જગાવી હતી. પોલીસને આ કેસમાં એક પણ પૂરાવા મળ્યા નથી. જેમાં બળાત્કાર સાબિત થાય. જેને પગલે પોલીસે યુવક અને યુવતીને ક્લિનચીટ અાપી દીધી છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter