GSTV
Ahmedabad Trending ગુજરાત

પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતિઓ સાવધાન : મકાન માલિકે બાથરૂમમાં લગાવ્યા કેમેરા

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતીઓના બાથરૂમમાંથી સ્પાય કેમ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે આ કેમેરો મકાન માલિક દ્વારા લગાવવામાં આવ્યો હોવાની જાણ થતાં જ પોલીસએ આરોપી વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પેઇંગ ગેસ્ટમાં યુવતીઓ રહેતી હોય છે. ત્યારે આવી યુવતીઓએ સાવધ થઇ જવાની જરૂર છે કારણકે બની શકે બાથરૂમની અંદર તેના પર સ્પાય કેમ નજર રાખી રહ્યો હોય. આવું એટલા માટે કહેવું પડી રહ્યુ છે કારણ કે અમદાવાદ ચાંદખેડામાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અશોક વિહારમાં રહેતો અને ટોરેન્ટ પાવરમાં એન્જીનીયર તરીકે નોકરી કરતો રમેશ ગોસાઇ આવી જ રીતે પેઇંગ ગેસ્ટ તરીકે ફલેટ ભાડે આપવાનો ધંધો કરતો હતો. પરંતુ રમેશ ગોસાઇની કરતૂત સામે આવતા તેની ધરપકડ કરાઇ છે.

રમેશ ગોસાઇના ફલેટમાં યુવતીઓ પીજી તરીકે રહેતી હતી આ યુવતીઓને ન્યૂડ જોવા માટે રમેશ ગોસાઇએ ફલેટના બાથરૂમમાં હિડન કેમેરા ફિક્સ કર્યો હતો. જેના પર યુવતીની નજર પડતા તેણે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે કેમેરો કબજે કરીને રમેશ ગોસાઇની ધરપકડ કરી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે રમેશ ગોસાઇને તાત્કાલીક જામીન મળી ગયા હતા.

રમેશ ગોસાઇ વિરુદ્ધ ફરિયાદ કરનાર યુવતીના કહેવા મુજબ પાણીની પાઇપ લીકેજ થઇ હતી તે લીકેજ પાઇપ અંગે મકાન માલિકને જાણ કરાઇ ત્યારે તેણે રિપેરીંગ સમયે આ કેમેરો ફિક્સ કર્યો હોય શકે છે. હાલમાં પોલીસે આ ગંભીર ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરી છે.

 

 

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk
GSTV