GSTV

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

બગોદરા હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત થયા છે. જેમા એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ડમ્પર પાછળ કાર ધુસી જતા આ અકસ્માત સર્જાયો. અકસ્માત મીઠાપૂરગામ પાસે સર્જાયો. ત્યારે બગોદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહો કારમાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડવાની પ્રકીયા હાથ ધરી હતી.

અમદાવાદ-લીંબડી

અમદાવાદ-લીંબડી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત થયો. જેમા ઘટના સ્થળે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે કે અન્ય ચાર જણા ઘાયલ થયા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષ સહિત પાંચ લોકોના મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર સોમનાથ દર્શન કરવા માટે આવ્યો હતો. જે દરમ્યાન તેમને અકસ્માત નડ્યો.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!