GSTV
Ahmedabad Trending ગુજરાત

હવામાન/ અમદાવાદમાં સતત બીજા દિવસે ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન, આગામી ૩ દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો થશે

ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે અને મોટાભાગના શહેરમાં ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર, કેશોદમાં ૧૪ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

ગત રાત્રિએ અમદાવાદમાં ૧૪.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૬થી ૧૮ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. અમદાવાદમાં ગત વર્ષે ૨૪ નવેમ્બરના ૧૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું.

રાજ્યમાંથી અન્યત્ર અમરેલી-જુનાગઢમાં ૧૪.૮, નલિયામાં ૧૫.૬, વડોદરામાં ૧૬, રાજકોટમાં ૧૭.૩, ભાવનગરમાં ૧૭.૫, ડીસામાં ૧૭.૬, ભૂજમાં ૨૦.૬, સુરતમાં ૧૯.૮ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ૩-૪ દિવસ લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV