GSTV
Home » News » ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી : ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, અમદાવાદની 26 ટાંકી અતિ ભયનજક

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી : ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, અમદાવાદની 26 ટાંકી અતિ ભયનજક

અમદાવાદમાં જોખમી બનેલી ટાંકીઓ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જાય છે. ત્યારે આજે અમદાવાદના ગોતાના વસંતનગર ખાતે જર્જરીત ટાંકી ધરાશાયી થઈ છે. ટાંકી ધરાશાયી થવાની ઘટના બનતાની સાથે જ તુરંત ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદમાં કુલ 191 પાણીની ટાંકીમાંથી 118 પાણીની ટાંકી કાર્યરત છે.  73 ટાંકીઓ બંધ પડેલ છે. કાર્યરત 118 પાણીની તાકીમાંથી 26 અતિ ભય જનક છે, વડોદરામાં 29 પાણીની ટાંકીમાંથી 4 પાણીની ટાંકી ભયજનક છે. જયારે જામનગરમાં 6 પાણીની ટાંકી માંથી 3 પાણીની ટાંકી અને ભાવનગરમાં 8 પાણીની ટાંકીમાંથી 1 પાણીની ટાંકી ભયજનક છે.

ટાંકી કોર્પોરેશનની નહીં પણ હાઉસિંગની હતી

હાલ 10 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ 10 એમબ્યુલન્સ પણ ત્યાં હાજર છે. ઉલ્લેખનીય છે કે વારંવાર તંત્રને કરવામાં આવતી રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. બોપલ અને ઘાટલોડિયા બાદ હવે અમદાવાદના પોસ કહી શકાય તેવા ગોતા વિસ્તારમાં જર્જરીત ટાંકી તુટી પડવાની ઘટનાના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ ટાંકી કોર્પોરેશનની નહીં પણ હાઉસિંગની હતી. જેને ઉતારતા સમયે આ દુર્ધટના ઘટી હતી. પણ આ દૂર્ઘટનામાં કોઈને જાનહાની ન થતા લોકોએ હાશકારો લીધો હતો. આ પાણીની ટાંકી વર્ષ 1997માં બની હતી. અને આ ટાંકી ધરાશાયી થતા એક મકાનને સામાન્ય નુકસાન થયુ છે. કેટલાક વાહનોને પણ નુકશા થયાનુ જોવા મળી રહ્યા છે.

  • ગોતામાં પાણી ની ટાંકી ધરસાઈ
  • ગોટા વસંતનગર  ટાઉનશિપ નો બનાવ
  • ટાંકી ધરસાઈ થતા 5 લોકો દટાયા હોવાની શંકા
  • ફાયર બ્રિગેડ ની 5 ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના

અમદાવાદમાં 118માંથી 26 ટાંકી અતિભયજનક

અમદાવાદમાં બોપલ, નિકોલ, ઘાટલોડિયા, પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટનામાં ચારથી વધુના મોત અને 15થી વધુ લોકોને ગંભીર ઈજા તે રીતે જ વડોદરામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ રાજ્યમાં ભાજપ સરકારની બેદરકારી અને અસંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.

દેશમાં ગુજરાતનો ત્રીજો ક્રમ

રાજ્યમાં ભયજનક ઈમારતો,  જર્જરિત સ્ટ્રકચરો અંગે સમયસર સમારકામના અભાવે અને તંત્રની અનદેખીના પરિણામે ગંભીર અકસ્માતોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાકે છે. “એક્સિડન્ટલ ડેથ, એન્ડ સુસાઇડ ઇન ઇન્ડિયા” 2016નો તાજેતરમાં જાહેર થયેલ અહેવાલનાં ચિંતાજનક આંકડાઓ રજુ કરતા કોંગ્રેસપક્ષનાં નેતા ડૉ.મનીષ દોશી (એન્જીનીયર) જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે બહાર પડેલ અહેવાલમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશના આંકલનમાં રહેણાંક વિસ્તારના સ્ટ્રક્ચર તુટી પડવાનાં કુલ 104 બનાવોમાં 114 લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાતનો ત્રીજો ક્રમાંક છે. જે ગુજરાત માટે ચેતવણીરૂપ છે ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં 1115 ઘટનામાં 1132 લોકોએ જીવ ગુમાવ્યા છે. બ્રીજ, કોમર્શીયલ અને અન્ય સ્ટ્રકચરો તૂટી પડવાનાં કુલ 152 બનાવોમાં 168 લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં આવી દુર્ઘટનામાં ગુજરાત ચોથા ક્રમાંકે છે જે ગુજરાત માટે ચિંતાજનક છે. સ્ટ્રક્ચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં 1896 ઘટનામાં 1984 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સરકાર બાંધકામના નિયમોનું પાલન કરાવે

બાંધકામની મંજુરીમાં ગેરરીતી અને ભ્રષ્ટાચાર અટકાવી ગુજરાતમાં વિવિધ સત્તામંડળો અને ભાજપ સરકાર બાંધકામનાં નીતિનિયમોનું પાલન કરાવે, બાંધકામની ગુણવતાની પુરતી ચકાસણી કરવામાં આવે, રાજ્યમાં જર્જરિત મકાનો ભયજનક  સ્ટ્રકચરો અંગે સમયસર સાવચેતીનાં પગલા ભરવામાં આવે જેથી કરીને કિમંતી માનવ જીવન બચાવી શકાય.

READ ALSO

Related posts

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva

ભારત સરકાર માછીમારોની આજીવિકાનું સાધન ગણાતી બોટ મુક્ત કરાવવામાં નિષ્ફળ, પાકિસ્તાને કરી હરાજી

Nilesh Jethva

ભારતમાં ડાઉન થયુ વોટ્સએપ, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!