GSTV
Home » News » અમદાવાદ ભગવાન ભરોસે, ક્રાઈમ રોકવામાં ક્રાઈમબ્રાન્ચ નિષ્ફળ

અમદાવાદ ભગવાન ભરોસે, ક્રાઈમ રોકવામાં ક્રાઈમબ્રાન્ચ નિષ્ફળ

અમદાવાદની સ્થિતિ યુપી અને બિહારથી પણ બદ્તર થઈ રહી છે. અા સપ્તાહમાં લૂટ, ફાયરિંગ, હત્યાના કેસ અામ બનવા લાગ્યા છે. ગુનેહગારોને પોલીસનો ડર જ રહ્યો નથી. ક્રાઇમ બ્રાન્ચે ક્રાઇમ ઘટાડવા માટે ભગવાન સત્યનારાયણની કરાયેલી કથા પણ ફળી નથી. સતત ક્રાઇમનો રેટ ઊંચકાઈ રહ્યો છે. અા સપ્તાહમાં ક્રાઈમમાં ગુજરાત ટોપ પર છે. સુરતમાં 20 કરોડના હીરાની લૂંટમાં ગયેલી અેટીઅેસ અને ક્રાઇમ બ્રાન્ચ લોકલ અમદાવાદના ગુનાઅો શોધવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ગુજરાત સરકારની સબ સલામતની વાતો અહીં ખોટા સાબિત થઈ રહી છે. અાજે પણ લૂંટ વીથ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. શહેરના ઈન્કમટેક્સ વિસ્તાર પાસે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. જે બાદ અજાણ્યા શખસો અંદાજે રૂપિયા પાંચ લાખથી વધુની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા ત્યારે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

આ ઘટના છે અમદાવાદ શહેરના ઈન્કમટેક્ષ વિસ્તારની જ્યાં આજે વહેલી સવારે પટેલ અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીના કર્મચારી ઉપર લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદભાઈ પાલનપુર જવા માટે વહેલી સવારે નિકળ્યા હતા. ત્યારે ગૂજરાત વિદ્યાપીઠ પાસે આવેલા એસટી બસસ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહેલા અરવિંદભાઈ ઉપર મોટરસાયકલ ઉપર આવેલા ચાર જેટલા લૂંટારૂઓ એક અંદાજે રૂપિયા પાંચ લાખના મુદામાલની લૂંટ ચલાવી અને બેફામ ફાયરિંગ કર્યુ હતું.

લૂંટના ઈરાદે આવેલા ચાર શખ્સોમાંથી બે શખ્સોએ અરવિંદભાઈ પાસે રહેલા થેલો ઝુટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અરવિંદભાઈ લૂંટારૂઓના તાબે ના થતા લૂંટારૂઓએ થોડા અંતરેથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાંથી ત્રણ ગોળી અરવિંદભાઈને વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. ત્યારે વધુ લોકો એકઠા થતા લૂંટારૂએ નાસી છૂટ્યા. ફાયરિંગમાં ઘાયલ થયેલા અરવિંદભાઈને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મોત નિપજ્યુ હતું. અમદાવામાં વધી રહેલી લૂંટ અને હત્યાની ઘટનાથી શહેર પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટ વીથ મર્ડરની ઘટનાથી પોલીસ વધુ એકવાર ઉઘતી ઝડપાઈ છે.

અમદાવાદ શહેરમાં લૂંટ અને હત્યા જેવા બનાવોનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોમાં વધી ગયા હોય તેવું દેખાય છે. આજે વહેલી સવારે ભરચક ગણતા એવા ગુજરાત વિદ્યાપીઠ પાસે વહેલી સવારે આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ ઇરાદે ફાયરીગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામા આવે છે અને અંદાજિત 05 લાખ જેટલી મત્તાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને રતનપોળ પાસે આવેલી હરગોવિંદ ભાઈ આંગડિયા પેઢીના કર્મચારી અરવિંદ ભાઈ પટેલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા જયારે હાલ આ સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પરંતુ તપાસ એજન્સીઓ દ્વારા હજી સીસીટીવી ફૂટેજ સુધી પણ પહોંચી નથી શકી એ વાત પણ હકીકત છે.

20 કરોડ રૃપિયાની સુરતની લૂંટની ઘટના હોય કે અમદાવાદમાં બેન્ક અેટીઅેમની લૂંટ તેમજ શહેરના વાસણા વિસ્તારમાં ફાયરિંગ કરી ધોળે દિવસે વેપારીની હત્યા કરવાના કેસ તમામ ગુનાઅો વણઉકલ્યા છે. પોલીસના પ્રયાસો અોછા પડી રહ્યાં છે કે ગુનેહગારો વધુ શાતીર બની ગયા છે. અેટીઅેમ લૂંટમાં પોલીસ ઉત્તર પ્રદેશમાંથી બે વ્યક્તિઅોને ઝડપી લાવી છે. અાજના કેસમાં પણ ગુનેહગાનો ડીસા અોળંગીને રાજસ્થાન તરફ ભાગી ગયા છે. માત્ર 5 લાખ રૂપિયામાં અેક વ્યક્તિની હત્યા કરી દેવાઇ છે.

અમરેલીના સાવરકુંડલા નજીકના ઓળીયાગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. હોટલ વૃંદાવનના માલિક મેહુલભાઇ પટેલની કારની એક બીજા કારે ઓવરટેક કરીને બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. જેમાં બેઠેલા મેહુલભાઇ પટેલ, સુરેશભાઈ ઠક્કર, ધીરુભાઇ ખુમાણનો બચાવ થયો હતો જોકે, અચાનક પોલીસની કારને જોઇને આરોપી નાશી છૂટ્યા હતા. ઘટનાની સાવરકુંડલા રૂરલમાં ફરિયાદ નોંધાતા જિલ્લાભરમાં પોલીસ તંત્રએ નાકાબંધીનો  આદેશ કર્યો હતો.

Related posts

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

આ મુસ્લીમે કહ્યું ‘જો અયોધ્યાનો ચૂકાદો હિંદુઓની તરફેણમાં ન આવ્યો તો સરકારે કાયદો ઘડી મંદિરનું નિર્માણ કરવું જોઈએ’

Mansi Patel

16 લાખ બસ પાસધારકોએ પણ કંડક્ટર પાસેથી ફરજિયાત લેવી પડશે ટિકિટ, એસટી નિગમમાં ઐતિહાસિક નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!