GSTV

કાળમુખા કોરોનાએ વધુ એક દર્દીનો લીધો ભોગ, અમદાવાદમાં કોરોનાના કારણે પ્રથમ વ્યક્તિ મોતને ભેટ્યો

corona

કોરોનાની કંપારી વચ્ચે ગુજરાતમાં બીજા એક દર્દીનું મોત થયું છે. સુરત બાદ હવે અમદાવાદમાં એક દર્દીનું મોત થતા આ ગુજરાતનું બીજું મોત છે. આ સાથે જ દેશમાં હવે કોરોનાના કારણે મૃતકોનો આંકડો 12 સુધી પહોંચી ગયો છે.

સમગ્ર દુનિયામાં શું છે સ્થિતિ ?

ચીનમાંથી ઉદ્દભવેલા કોરોના (corona) વાયરસની ચપેટમાં હવે આખી દુનિયા આવી ગઇ છે. વિશ્વના 196 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે. 19,744 લોકોના મોત થયા છે. 439,654 લોકો આ વાઈરસથી સંક્રમિત થયા છે. બ્રિટનના ક્લેરેનસ હાઉસ (રોયલ રેસિડેન્સ)ના જણાવ્યા પ્રમાણે 71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોનાના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. આ સ્થિતિ બાદ તેમની પત્ની કેમિલા ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનમાં છ દિવસમાં એક નવો કેસ સામે આવ્યો છે. છેલ્લા પાંચ દિવસ સુધી અહી નવો કોઈ કેસ સામે આવ્યો નહોતો. વિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયિસોસે કહ્યું છે કે કોરોના વાઈરસની મહામારી ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક લાખ સુધી કેસ પહોંચવામાં પહેલાં 67 દિવસનો સમય લાગ્યો હતો. પરતું બે લાખ નવા કેસ થવામાં ફક્ત 11 દિવસ અને 2 થી 3 લાખ સુધી પહોંચવામાં ફક્ત 4 દિવસનો સમય લાગ્યો છે.

દેશમાં આવી છે સ્થિતિ

કોરોનાનો (CORONA)કહેર અટકવાનું નામ લેતો નથી. કોરોના સંક્રમણ દેશના 25 રાજ્યોમાં ફેલાઈ ચુક્યું છે. આજે બે કોરોના સંક્રમિતોનું મોત પણ થઈ ગયું છે. દેશમાં 605 કેસો વચ્ચે મોતનો આંક 12એ પહોંચ્યો છે. ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા વધીને 12 થઇ ગઇ છે. આ સાથે જ કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 605ને પાર પહોંચી ગઇ છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 110ને પાર થઇ ગઇ છે. બીજા નંબરે કેરળમાં કુલ 95 કેસ નોંધાયા છે.જ્યારે કે કર્ણાટકમાં 37 કેસ દાખલ થયા છે. આ તરફ મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. બીજી તરફ કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે. 135 કરોડની વસતી ધરાવતા દેશને લોકડાઉન કરાઈ રહ્યો છે. 548 જિલ્લામાં લોકડાઉનની કલમ લાગુ છે. દેશમાં કોરોના વાયરસ 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોના વાયરસને પગલે ઉત્તરાખંડ સરકારે 4 ધામ યાત્રા બંધ કરી દીધી છે. સમગ્ર હિમાચલમાં કરફ્યું લગાવાયો છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં કરફ્યું છતાં કેસો અટકી રહ્યાં નથી. ગુજરાતમાં પણ આજે 4 નવા કેસો બહાર આવ્યા છે. દેશમાં ગંભીર સ્થિતિ આવી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મોદી સરકારને સલાહ આપી છે કે ફકત લોકડાઉન કરવાથી કોરોના વાયરસને રોકી શકાશે નહીં. સરકાર આ બાબતે આક્રમક બનીને કાર્યવાહી કરે. દેશમાં ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, પંજાબ, તામિલનાડુ, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં સતત કેસો વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં તો આંક 100ને પાર કરી ગયો છે. COVID19 પરીક્ષણના આઈસીએમઆર નેટવર્કમાં 118 સરકારી પ્રયોગશાળાઓ શામેલ છે. ભારતમાં દરરોજ 12000 નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા છે. આશરે 15,500 સંગ્રહ કેન્દ્રોવાળી 22 ખાનગી પ્રયોગશાળા ચેન આજ સુધી આઈસીએમઆરમાં નોંધાયેલ છે.

કોરોના

ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 39 થઇ ગઇ

કોરોના વાઇરસ હવે શહેરી વિસ્તાર તરફ વળ્યો છે. રાજકોટમાં પહેલો પોઝિટીવ કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો. હવે શહેરી વિસ્તાર તરફ વળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જો કે બંનેની હાલત હાલ સ્થિર છે.  ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 39 થઇ ગઇ છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોનાની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે ચાર સિનિયર અધિકારીને જવાબદારી સોંપી છે. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધા વિશે માહિતી આપતા કહ્યું કે હાલ કુલ 1 હજાર 583 આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં કુલ 609 સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર છે. તદુપરાંત સેમી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં 1 હજાર 500 જેટલી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

Related posts

કોરોના : RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા આંકડા શાસ્ત્રી રઘુરામ રાજને ભારતને આપી આ ચેતવણી

pratik shah

કોરોના: યુએસ પ્રમુખ ટ્રંપે ધમકી ભર્યા સૂરમાં જણાવ્યું, જો ભારત દવાનો સપ્લાય ના કરતું તો કરારો જવાબ મળ્યો હોત

pratik shah

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!