GSTV
Home » News » VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

અમદાવાદના પાંજરાપોળ નજીક બેફામ બનેલી બીઆરટીએસ બસે બાઇકને અડફેટે લેતા બે યુવકોના મોત થયા છે. અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડી રહેલી બીઆરટીએસ બસે બે યુવકોને કચડી માર્યાં છે. મૂળ વેરાવળના બે સગાભાઇ નયનરામ અને જયેશ નામના યુવકના મોત થયા છે. આ બન્ને યુવકોમાંથી એક યુવક નયનનું તલાલા એચડીએફસી બેંકમાં નોકરી મળી હતી જેની ટ્રેનિંગ લેવા માટે અમદાવાદ આવ્યો હતો. ત્યારે નયનનો મોટો ભાઈ જયેશ તેને મુકવા માટે જતો હતો. તે દરમિયાન આ બન્ને યુવકો પાંજરાપોળ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટે આવી રહેલી બસે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બન્ને યુવકો બાઈક પરથી પટકાયા હતા. હેલ્મેટ પહેરેલું હોવા છતાં બસનું ટાયર યુવકના માથા પર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે જ બન્ને યુવકના મોત થયા હતા. અકસ્માતમાં ભોગ બનનાર નયનની પત્ની દાણીલીમડામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. જયારે મૃતકોના પિતા હીરાભાઈ રામ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને બસ પર પથ્થરમારો કર્યો હતો. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવમાં આવ્યા છે. જવાનજોધ બે પુત્રોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. જો કે અકસ્માત સર્જી બસ મૂકી બસચાલક ફરાર થઇ ગયો હતો.

મોતની બીઆરટીએસ

વર્ષમોત
૨૦૧૬૦૪
૨૦૧૭૦૫
૨૦૧૮૦૪
૨૦૧૯૦૪

READ ALSO

Related posts

વીરપ્પન ઠાર મારનારા પોલીસ અધિકારીને કાશ્મીરમાં અમિત શાહે સોંપી મોટી જવાબદારી

Bansari

જ્યાં ત્યાં મોબાઇલ ચાર્જ કરવાની આદત હોય તો ધંધે લાગી જશો, આ તકેદારી રાખો નહી તો….

Bansari

…તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!