GSTV
Home » News » દિલ્હીમાં AAP અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનનો અહેમદ પટેલે TWEET કરીને કર્યો ખુલાસો

દિલ્હીમાં AAP અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનનો અહેમદ પટેલે TWEET કરીને કર્યો ખુલાસો

ahmed patel tweet

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન માટે શરૂ થયેલા ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે, દિલ્હીના નેતાઓના વિરોધ વચ્ચે કોંગ્રેસે નેતાઓને મનાવીને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવા સ્થિતિ સ્પષ્ટ કરી. પરંતુ આમ આદમી પાર્ટી હરિયાણામાં બેઠકની માગણી કરી રહી છે. અમારી નીતિ સ્પષ્ટ છે. હવે તમારે નક્કી કરવાનુ છે.

delhi aap congress

મહત્વપૂર્ણ છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા તૈયાર છે પરંતુ અરવિંદ કેદજરીવાલ યુ-ટર્ન લઈ રહ્યા છે. રાહુલ ગાંધીના આ પ્રકારના ટ્વિટ બાગ અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દિલ્હીમાં ગુપ્ત રીતે મદદ કરી રહી છે.. મહત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં આમ આદમ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવા માટે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બન્ને પાર્ટીએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

READ ALSO

Related posts

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah

અક્ષય કુમાર પાસે પીએમ મોદીએ કર્યા અનેક સ્ફોટક ખુલાસાઓ, નહીં વાંચો તો ચૂકશો તક

Riyaz Parmar