GSTV
Home » News » અમદાવાદમાં મેઘરાજાનું આગમન, ઝાપટા સાથે ઝરમર વરસાદ શરૂ

અમદાવાદમાં મેઘરાજાનું આગમન, ઝાપટા સાથે ઝરમર વરસાદ શરૂ

આખરે અમદાવાદમાં મેઘરાજાએ બપોરના પોણા બાર વાગ્યે પધરામણી કરી હતી. મેઘરાજાના આગમનના કારણે લોકો પણ ખુશ થયા હતા અને ઉનાળાની ધોમધખતી ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. તો લોકો પણ પહેલા વરસાદની મઝા માણવા માટે ભીંજાયા હતા. પહેલા વરસાદના કારણે માટીની સુવાસ ફેલાઈ હતી.

અમદાવાદમાં લગભગ પોણા બાર વાગ્યે અચાનક વરસાદ થયો. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું. આંબાવાડી, શ્યામલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, વેજલપુર, સરખેજ, જમાલપુર, શાહીબાગ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. જેને કારણે શહેરમાં હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારથી જ શહેરમાં વાદળછાયું હવામાન હતું. અને બપોર વરસાદ થયો હતો.

એવું માનવામાં આવતું હતું કે વાયુ ચક્રવાતની અસરના કારણે વરસાદમાં આંશિક ઘટાડો નોંધાશે અથવા તો વરસાદ મોડો પડશે, પરંતુ આજે બપોરના મેઘરાજાની પધરામણીએ લોકોને હાશકારો આપ્યો હતો. વરસાદ પડવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના એસ.જી.હાઈવે, આંબાવાડી, વેજલપૂર, જમાલપુર, વસ્ત્રાલમાં વરસાદ પડ્યો હતો.

જામનગરમાં ધીમી ધારે વરસાદ

સૌરાષ્ટ્રમાંથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. પરંતુ તેની અસર હજુ પણ છે. જામનગરમાં ધીમી ધારે વરસાદ થયો છે. સમગ્ર પંથકમાં વાદળછાયું હવામાન છે. તો સાથે ધીમી ગતિએ પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ જામનગર બંદરમાં અતિભયજનક 9 નંબરનું સિગ્નલ હટાવીને સામાન્ય બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ધોળકામાં વરસાદ પડતા ઠંડક પ્રસરી

અમદાવાદ જીલ્લાનાં ધોળકાના ગ્રામ્ય વિસ્તારમા પવનના સુસવાટા સાથે વરસાદે પોતાની હાજરી દર્શાવી છે. ગાંગડ, બેગવા, કોઠ, ગણપતીપુરા, વાલથેરા, ભવાનપુરા, વગેરે ગામોમાં વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ અને લોકોને ગરમી તથા બફારાથી છુટકારો મળ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતો આનંદમા આવી ગયા હતા.

ધારીમાં ધીમીધારે મેઘરાજાની જમાવટ

અમરેલીનિ ધારીના ગીરપૂર્વના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ક્રાંગસા સુખપુર, ગોવિંદપુર, કુબડા, દલખાણિયા રેન્જ સહિતના ગીરના વિસ્તારમાં મધ્યરાતથી વરસાદ વરસી રહ્યો છે. વાવણી લાયક વરસાદથી ખેડુતોમાં આનંદ લાગણી જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

રાત્રે 10 વાગ્યા બાદ ગરબા ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ, સંચાલકોને અપાયા આ આદેશ

Bansari

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur

સુરતમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ ટ્યુશનથી ઘરે આવ્યા બાદ કર્યો આપઘાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!