મેટ્રો ટ્રેનનું કાઉન્ટડાઉન શરૂ, સાડા છ કિલોમીટરના આ રૂટ પર જોવા મળશે ટ્રાયલ

અમદાવાદીઓના સ્વપ્ન સમાન મેટ્રો ટ્રેનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મેટ્રો ટ્રેનનો ટ્રાયલ થવાનો છે. વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના સાડા છ કિલોમીટર લાંબા રૂટ પર આ ટ્રાયલ થશે. સાડા છ કિલોમીટરના રૂટ મેટ્રો દોડાવવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. તમામ સ્ટેશનોને હાઈટેક બનાવવામાં આવ્યા છે.

એસ્કેલેટર, લિફ્ટ સહિતની અત્યાધુનિક સુવિધાથી સજ્જા આ મેટ્રો ટ્રેનના સ્ટેશનો પર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મેટ્રો ટ્રેનનો કોમર્શિયલ ઉપયોગ શરૂ થઈ જશે. એટલે ગુજરાતીઓ આ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. પરંતુ તે માટે હજુ તેમણે થોડા દિવસોની રાહ જોવી પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter