GSTV
Home » News » ઇસ્કોન મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવાઇ જન્માષ્ટમી, જય રણછોડ માખણચોરના લાગ્યા નારા

ઇસ્કોન મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવાઇ જન્માષ્ટમી, જય રણછોડ માખણચોરના લાગ્યા નારા

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટીની ધુમ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ઈસ્કોન મંદિર પહોંચી રહ્યા છે. અને તેમજ રાધા-કૃષ્ણના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વને લઈને ઈસ્કોન મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઈસ્કોન મંદિરને લાઈટ્સ તેમજ ફુલોથી શણગારવામાં આવ્યુ છે.

 

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભક્તોનો જમાવડો થઈ રહ્યો છે. કૃષ્ણ જન્મ સમયે અંદાજે પાંચ હજાર ભક્તો ઉપસ્થિત  રહે તેવી સંભાવના છે. ત્યારે ભક્તોમાટે મંદિર દ્વારા ખાસ ફરાળી પ્રસાદ બનાવવાની કામગીરી કરવામાં આવી. મોરૈયો, સાબુદાણાના વડા, રાજગરાનો શીરની પ્રસાદી બનાવવામાં આવી રહી છે. 20 રસોઈયા દ્વારા આ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સાબુદાણાના 500 કિલો વડા, 200 કિલો સુકી ભાજી, 200 કિલો રાજગરાનો શીરો, 500 કિલો મોરૈયો, 300 કિલો બટાટાની ચીપ્સ તૈયાર કરવામાં આવી છે.

Related posts

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!