GSTV
Home » News » અમદાવાદમાં લોકોને ગાયે અડફેટે લીધા બાદ કોર્પોરેશનનું ઢોર અંકુશ ખાતુ સક્રીય બન્યુ

અમદાવાદમાં લોકોને ગાયે અડફેટે લીધા બાદ કોર્પોરેશનનું ઢોર અંકુશ ખાતુ સક્રીય બન્યુ

અમદાવાદમાં બે વ્યક્તિઓને ગાયે અડફેટે લેવાની ઘટના બાદ છેલ્લા થોડા દિવસથી અમદાવાદ કોર્પોરેશનનું ઢોર અંકુશ ખાતુ સક્રીય બન્યુ છે. કોર્પોરેશને અમદાવાદ શહેરમાં ખડતા ઢોરની સમસ્યા દુર કરવાનો નિર્ધાર કર્યો છે. ઓઢવમાં કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલાની ઘટના બાદ હવે ઢોર પકડવાની કામગીરીમાં એસઆરપીની બે ટુકડીની મદદ લેવામાં આવી રહી છે. સીએનસીડીની ટીમ રખડતા ઢોર પકડવા જાય ત્યારે પોલીસ સાથે એસઆરપીના જવાનો પણ હોય છે.

બુધવારે રાણીપ, ચાંદખેડા, સાબરમતી વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે. જેમાં 40 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં એટલે કે ત્રણ દિવસમાં 250 જેટલા ઢોર પકડી લેવામાં આવ્યા છે. ઢોર પકડવાની કામગીરી સઘન બનાવાતા હાલ તો રસ્તા પર રખડતા ઢોર ઓછા થઇ ગયા છે ત્યારે રખડતા ઢોરની સમસ્યા કાયમને માટે દુર થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે.

READ ALSO

Related posts

ઈન્ફોસિસના 60 કરોડપતિ એક્ઝિક્યુટિવ્સ,વર્ષે અધધધ આટલા રૂપિયાનો પગાર!

Path Shah

બર્ગરમાં હતા કાચના ટૂકડા, પછી થયું એવું કે…..

Path Shah

દિલ્હીમાં ફરી ગેંગવોર, Tik-Tok ઉપર 5 લાખ ફોલોઅર ધરાવતા શખ્સની હત્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!