અમદાવાદના કોર્પોરેટર 8 હજાર કરોડ રૂપિયાના બજેટની ચર્ચા દરમિયાન ગોદડુ લઈ ઉંઘતા ઝડપાયા…

આમ તો શિયાળો હોય એટલે ઉંઘ આવે તે સ્વાભાવિક છે. પણ 8 હજાર કરોડ રૂપિયાના બજેની ચર્ચા હોય અને કુંભકર્ણ નિંદ્રા આવી જાય ત્યારે વિસ્મયજનક સ્થિતિનું સર્જન થાય છે.

અને આવું જ કંઈક જોવા મળ્યું 8000 કરોડથી વધારેના બજેટની જાહેરાતો દરમિયાન. જ્યારે મહિલા કોર્પોરેટર ઉંઘતા ઝડપાઈ ગયા.

અમદાવાદ મહાપાલિકાની બજેટ બોર્ડની બેઠકમાં કેટલાક કોર્પોરેટર જોકા ખાતા દેખાયા હતા. આ બેઠકમાં કામ તો વર્ષ 2019-20ના રજૂ થયેલા રૂપિયા 8 હજાર કરોડથી વધુના બજેટ પર ચર્ચા થઈ રહી હતી. જોકે, આ ચર્ચામાં કેટલાક કોર્પોરેટરોને જાણે નિસબત જ ન હોય તે રીતે તેઓ જોકા ખાતા જોવા મળ્યા હતા.

ત્યારે સવાલ એ થાય કે પ્રજાએ આપેલા અમૂલ્ય મતને શું આ કોર્પોરેટરનો ગોદડુ લઈ ઉંઘવામાં બરબાદ કરવા માટે આપ્યા છે. જેની હાલ તો સમગ્ર ગુજરાતમાં ટીકા થઈ રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter