GSTV

અમદાવાદ : બોગસ કોલ સેન્ટર ઝડપાયું, 22 શખ્સોની કરાઈ ધરપકડ

Last Updated on February 7, 2019 by Mayur

અમદાવાદમાં સોલા પોલીસ એક કોલ સેન્ટર ઝડપ્યું છે. જ્યાંથી પોલીસે 22 શખ્સોની ધરપકડ કરી છે. કેનેડામાં ઈન્કમટેક્ષના અધિકારી હોવાની ઓળખ આપીને ત્યાંના નાગરિકો પાસેથી આ શખ્સો રૂપિયા પડાવતા હતા. બાગબાન પાર્ટી પ્લોટ નજીક અર્થ એસેન્સ નામની બિલ્ડીંગમાં આ કોલ સેન્ટર ચાલી રહ્યુ હતું. જ્યાં પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી છે.

22 લોકોની ધરપકડ સાથે 10થી વધુ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે. તો પ્રલ્હાદનગર વિસ્તારમાં પેલેડિયમ કોમ્પલેક્ષમાંથી પણ કોલ સેન્ટર ઝડપાયું. જ્યાંથી સાયબર સેલે 30થી વધુની ધરપકડ કરી. આ શખ્સો લોકોને ગાડીમાં ડ્રગ્સ છે તેવો કોલ કરીને ડરાવી ધમકાવીને ઠગાઈ કરતા હતા.

આરોપીઓ પાસેથી પોલીસે 35થી વધુ કોમ્પ્યુટર અને લેપટોપ જપ્ત કર્યા છે. તો આ બુધવારે રામોલમાં કોલ સેન્ટર ઝડપાયું હતું. જ્યાથી પોલીસે 8 શખ્સની ધરપકડ કરી હતી. જેઓ અમેરિકન નાગરિકોને આઇ.આર.એસ અધિકારીની ઓળખ આપીને ધમકીઓ આપીને પૈસા પડાવતા હતા. તો મંગળવારે શેરબજારમાં રોકાણ કરી વધુ નાણાં અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગના 9 લોકોની ધરપકડ પોલીસે કરી હતી. આ તમામ લોકો ગુજરાત સિવાયના રાજ્યોમાં ફોન કરી શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ પડાવતા હતા.

READ ALSO

Related posts

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!