GSTV
Home » News » અમદાવાદ એટલે અમદાવાદ : મહિલાએ ગરમીથી બચવા મોંઘીદાટ કારને ગાયનું ગોબર ચોંપડી દીધું

અમદાવાદ એટલે અમદાવાદ : મહિલાએ ગરમીથી બચવા મોંઘીદાટ કારને ગાયનું ગોબર ચોંપડી દીધું

ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. તેવામાં આ મોસમમાં રાહત મેળવવા માટે અમદાવાદની એક મહિલાએ અનોખી રીત અપનાવી છે. મહિલાએ કારને ઠંડી રાખવા માટે તેની ઉપર ગાયના ગોબરનું લિંપણ કરી દીધું છે.

ફેસબુક પર રુપેશ ગૌરાંગ દાસે આ કારનો ફોટો શેર કર્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. રૂપેશની પોસ્ટ અનુસાર મહિલાનુ નામ સેજલ શાહ છે. રૂપેશે લખ્યું છે કે, અત્યાર સુધી ગાયના છાણનો સૌથી સારો ઉપયોગ થતો મે જોયો છે. આ અમદાવાદમાં છે. 45 ડિગ્રી તાપમાનમાં રાહત મેળવવા માટે અને કારને ગરમ થતી બચાવવા માટે. શ્રીમતી સેજલે ઠંડી રાખવા માટે પોતાની કારને ગાયના ગોબરથી લીપી દીધી.

ફેસબુક પર કારની બે તસવીરો મુકવામાં આવી છે. રૂપેશે આ પોસ્ટ પર એક શખ્સને જણાવ્યું કે આ તસવીર તેમની ગૌશાળાના વૉટ્સએપ ગ્રુપ પર તેમના મિત્રએ મોકલી હતી. જો કે આ પોસ્ટ પર લોકો મજેદાર રિએક્શન આપી રહ્યાં છે. જણાવી દઇએ કે ભારતમાં કાચા ઘરોની દિવાલો અને ભોંય પર ગાયના ગોબરનું લીપણ કરવું સામાન્ય બાબત છે. માનવામાં આવે છે કે તેનાથી ગરમીમાં ઘર ઠંડુ અને શિયાળામાં હુંફાળુ રહે છે.

Read Also

Related posts

હવે ફક્ત બિઝનેસ ક્લાસમાં જ સફર કર કરાય, એર ઈન્ડિયા લાવ્યું છે નવી ધમાકેદાર સ્કીમ

Arohi

બિહારમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત મૃત્યુઆંક 83એ પહોંચ્યો

Bansari

આજે અયોધ્યા કેસ મામલે સુપ્રીમમાં સુનાવણી, મધ્યસ્થ કમિટી રિપોર્ટ સોંપશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!