GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વાઈબ્રન્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનો કુંભમેળો, એરપોર્ટનું પાર્કિંગ પેક

પાટનગર ખાતે આજથી શરૂ થયેલા ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2019ને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમિટમાં ઉપસ્થિત રહેવા દેશના ટોચના ઉદ્યોગપતિઓ પોતાના ચાર્ટડ વિમાન લઇને આવી પહોંચ્યા હતા જેના કારણે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર શેડ્યુલની સાથે નોન શેડ્યુલ વિમાનના લેન્ડીંગથી એર ટ્રાફિક સર્જાયો હતો.

આમ 40 ચાર્ટડ વિમાનોની મુવમેન્ટ સાથે પાંચ દેશના રાષ્ટ્ર પ્રમુખોના ઇન્ટરનેશલ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. એક સમય માટે અમદાવાદ એરપોર્ટનું પાર્કિંગ પણ આખુ પેક થઇ ગયુ હતું. વાઇબ્રન્ટ સમિટમાં આજે સવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ, તાતા સન્સના ચેરમેન એન ચંદ્ર શેખરન અને ભારત ફોર્જના એમડી બાબા કલ્યાણી સહિતના ટોચના ઉદ્યોપતિઓ તેમના લકઝુરિયસ ચાર્ટડ વિમાન લઇને એક પછી એક સવારે 9 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેના કારણે સવારથી જ એર ટ્રાફિક જોવા મળ્યો હતો.

એરપોર્ટ પરથી સાંજે ઉદ્યોગપતિઓ રવાના થયા હતા. ઉદ્યોગપતિઓના ચાર્ટડ વિમાનોની મુવમેન્ટથી શેડ્યુલ ફલાઇટમાં જનાર અન્ય મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. મોટાભાગની ફલાઇટો દોઢ કલાક મોડી પડી હતી. તમામ ઉદ્યોગપતિઓ માટે એરપોર્ટ લકઝુરિયસ કારોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમને રેમ્પ પરથી જ સીધા જ ગાંધીનગર માટે રવાના કરાયા હતા. બીજુ કે દિલ્હી એરપોર્ટ પર સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઇ જતા ઓથોરિટીએ રન-વે બંધ કરવાની ફરજ પડી હતી.

બપોર બાદ રન-વે કલીયર થતા અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ આવતી તમામ ફલાઇટો મોડી પડી હતી જ્યારે બે ફલાઇટો કેન્સલ થઇ હતી. એક તરફ ચાર્ટડ વિમાનોની મુવમેન્ટ બીજી તરફ ડોમેસ્ટિક ફલાઇટો પ્રભાવિત રહેતા સવારે એરપોર્ટનો પાર્કિંગ એરિયા પેક થઇ ગયો હતો. મહત્વનું એ છે કે એરપોર્ટ પર 33 પૈકી 13 શેડ્યુલ વિમાનોના પાર્કિગ અને નવા 19 પાર્કિંગની ક્ષમતા હતી તે તમામ જગ્યાઓ પર વિમાન પાર્ક થઇ ગયા હતા. એરપોર્ટ પરથી વીવીઆઇપીની મુવમેન્ટમાં સ્થાનિક પોલીસ અને સીઆઇએસએફના જવાનોથી ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિઓની આ મુવમેન્ટ વચ્ચે બિનવારસી હાલતમાં પડેલુ એક ટિફિન મળતા દોડધામ મચી હતી. જો કે જવાનોએ આખી પરિસ્થિતીને કાબુમાં કરી લીધી હતી.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારના કાઉન્સીલર કાંતિભાઇ પટેલ કોરોના પોઝિટીવ, થયા હોમ ક્વોરોનટાઈન

pratik shah

અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ગુજરાત સરકારે શહેરની સિવિલ માટે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah

રાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!