આમ તો હવાઇ માર્ગ જાણવાની સૌ કોઈને આતુરતા હોય છે ત્યારે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ સાથે નવો રન વે બનાવવાની કામગીરી રનવે બનાવવા 200 દિવસનો ટાર્ગેટ હતો જે માત્ર 75 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરી છે.

અમદાવાદમાં વધુ એક ચાર ચાંદ લગાવે તેવું એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે એટલે કે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર રન વે ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આધુનિક ટેકનોલોજી સાથે runway ઝડપી કામગીરી સાથે તૈયાર કરી દેવાયો છે આ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર થયો છે જે ચોમાસામાં પણ હવે પાણી ન ભરાય એવા પ્રકારની ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટના રન વેને અદ્યતન ટેકનોલોજી સાથે નવા બનાવવાની કામગીરી કરવામાં આવી છે. એરપોર્ટ રન વે અંદાજિત લોકહીત માટે ખુલ્લું મુકાઈ ગયો છે. અમદાવાદ એરપોર્ટનો સાડા ત્રણ કિલોમીટર રન વે નવો તૈયાર કરવામાં આવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સાથે બનાવવામાં આવેલા રન વેની ખાસિયતએ છે કે એરપોર્ટના રન વેથી સાબરમતી નદી સુધી 9 કિલોમીટરની ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. હવે ભારે વરસાદ થાય અને એરપોર્ટ પર જો પાણી ભરાશે તો પાણી રન વેની બંને તરફ વહી અને સીધું ગટરમાં જતું રહેશે.
અમદાવાદ એરપોર્ટના GFX IN સાડા ત્રણ કિલોમીટરના રન વેને 17 જાન્યુઆરી 2022 ના રોજથી નવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
200 દિવસના લક્ષાંક સાથે શરૂ થયેલી કામગીરી 75 દિવસમાં કરી પૂર્ણ
દરરોજની 200 ફલાઇટ કરે છે અવર જ્વર
દરરોજ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી રન વે બનાવવાની કામગીરી કરવામાં આવી
એરપોર્ટના આ નવા બનનાર રન વેની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 2 લાખ મેટ્રિક ટન ડામર વપરાઇ ચુક્યો છે. 3 લાખ ક્યૂબીક મીટર માટીકામ થયું છે. દરરોજ જેસીબી, ડમ્પર સહિતના 200 વ્હિકલ સાથે 600 લોકો રન વે બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. એરપોર્ટના રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમનું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધું છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે આ રન વે બનાવવામાં આવ્યો છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. હવે આ રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે. રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે રન વેની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે.
MUST READ:
- 9 વર્ષ રાહ જોયા બાદ પહેલી સોલો ફિલ્મનો મળ્યો ચાન્સ, 2013ના ડેબ્યુ બાદ બીજી ફિલ્મ માટે વાણીએ 3 વર્ષ રાહ જોવી પડી
- દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ
- બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ
- પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત
- ગુજરાત રમખાણોને રાજનીતિક ચશ્મા પહેરીને જોવાયા, ભગવાન શંકરની જેમ 19 વર્ષ સુધી ‘વિષપાન’ કરતાં રહ્યાં પીએમ મોદી : અમિત શાહ